Not Set/ સેક્સી ફોટા લીક થયા પછી અક્ષરાએ નોંધાવી પોલિસ ફરિયાદ

મુંબઇ,  થોડા જ દિવસ પહેલા કમલ હાસનની નાની દીકરી અને ફિલ્મ અભિનેત્રી અક્ષરા હસનના પ્રાઇવેટ ફોટો લીક હોવાની ઘટના સામે આવી હતી. અક્ષરાએ હવે આ ફોટા લીક થવા અંગે કાયદેસરના પગલાં લેવાનું નક્કી કર્યું છે.અક્ષરાએ મુંબઈના સાયબર પોલીસ સ્ટેશનમાં એક લેખિત ફરિયાદ દાખલ કરી છે. મુંબઇ વર્સોવા પોલીસ સ્ટેશનમાં અક્ષરાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે […]

Trending Entertainment

મુંબઇ, 

થોડા જ દિવસ પહેલા કમલ હાસનની નાની દીકરી અને ફિલ્મ અભિનેત્રી અક્ષરા હસનના પ્રાઇવેટ ફોટો લીક હોવાની ઘટના સામે આવી હતી. અક્ષરાએ હવે આ ફોટા લીક થવા અંગે કાયદેસરના પગલાં લેવાનું નક્કી કર્યું છે.અક્ષરાએ મુંબઈના સાયબર પોલીસ સ્ટેશનમાં એક લેખિત ફરિયાદ દાખલ કરી છે. મુંબઇ વર્સોવા પોલીસ સ્ટેશનમાં અક્ષરાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના આ ફોટા કોણે લીક કર્યા તેની તેને જાણ નથી.આ ફોટા લીક થવાને કારણે તેની આબરૂનું ધોવાણ થયું છે. અક્ષરાની ફરિયાદના આધારે પોલિસે એફઆઇઆર નોંધી છે. પોલીસ દ્રારા વાયરલ તસ્વીરની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને એ શોધે છે કે શંકાસ્પદ ને કેવી રીતે અક્ષરના ફોટો પ્રાપ્ત થયા.

પોલિસે આઇપીસી સેક્શન 500 હેઠળ માનહાનિના કેસની સાથે સાથે આઈટી એક્ટની કલમ 66 અને 66 ઇ પણ તેમાં સમાવવામાં આવેલ છે. વર્સોવા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક રવિન્દ્ર બડગુજરએ એફઆઈઆરની પુષ્ટિ કરી હતી. પરંતુ તેમણે આ કેસમાં અન્ય માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.

ઇન્ટરનેટ પર ફોટો લીક થયા પછી, અક્ષરાએ 7 નવેમ્બરના રોજ ટ્વીટ કરતા લખ્યું કે “તાજેતરમાં મારા પ્રાઈવેટ ફોટા ઇન્ટરનેટ પર લીક થયા. આ કોણ કર્યું છે અને શા માટે મને તે હજુ ખબર નથી. હું આ વિશે ખૂબ દુ: ખી છું. એક યુવાન છોકરીને પોતાના વિકૃત આનંદ માટે આ રીતે હેરાન કરવી તે યોગ્ય નથી.

અક્ષરાએ વધુમાં લખ્યું, જ્યારે માત્ર મજા  લેવા માટે તેના ફોટા લોકો વચ્ચે શેર કરવામાં આવે છે, ત્યારે હું અંદર તૂટી ગયેલી મહેસુસ કરું છું આવા સમયે જ્યારે હેશટેગ મિટૂ અભિયાન હેઠળ સમગ્ર દેશમાં સક્રિય કરવામાં આવી છે, આ પ્રકારના ગુના માનસિક રૂપે ડીસ્ટર્બ કરે છે.

આ કિસ્સામાં, પોલીસ તરફથી સત્તાવાર નિવેદન બહાર આવ્યું છે, જે કહે છે કે મુંબઇ પોલીસની સાયબર ક્રાઇમ ટીમ આ કેસની તપાસ કરી રહી છે. આરોપીને શોધવા માટે,ટીમ સર્વરના IP સરનામાંને જાણવાનો પ્રયાસ કરી રહી છે જેના પરથી ફોટા લીક થઈ ગયા છે.