Not Set/ રાજકોટ : જિલ્લા પંચાયતમાં બળવાખોર જૂથ સક્રિય, આજે મહત્વની બેઠક

રાજકોટ જિલ્લા પંચાયતનું ગુંચવાયેલુ કોકડું હજુ ઉકેલાતુ નથી અને દિવાળીના તહેવારો પુરા થતા જ પ્રમુખ વિરોધી જુથ ફરી મેદાનમાં આવ્યું છે અને આજે ગુપ્ત સ્થળે બેઠક પણ રાખવામાં આવી છે. એક સુત્રએ કહ્યું હતું કે આજની બેઠકમાં પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાના મુદ્દા સહિતની રણનીતી ઘડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળી પૂર્વે પ્રમુખ જુથ અને […]

Gujarat Rajkot Trending

રાજકોટ જિલ્લા પંચાયતનું ગુંચવાયેલુ કોકડું હજુ ઉકેલાતુ નથી અને દિવાળીના તહેવારો પુરા થતા જ પ્રમુખ વિરોધી જુથ ફરી મેદાનમાં આવ્યું છે અને આજે ગુપ્ત સ્થળે બેઠક પણ રાખવામાં આવી છે.

એક સુત્રએ કહ્યું હતું કે આજની બેઠકમાં પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાના મુદ્દા સહિતની રણનીતી ઘડવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળી પૂર્વે પ્રમુખ જુથ અને બળવાખોર જુથના સભ્યો પ્રદેશ પ્રમુખને મળવા માટે અમદાવાદ ગયા હતા અને પ્રદેશ પ્રમુખે દિવાળી પછી તુરંત નિરીક્ષકો મોકલી તેમના પ્રશ્નોનો હલ લાવવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.

હવે લાભપાંચમ પણ પૂરી થઈ ગઈ છે આમ છતા હજુ સુધી કોઈ નિરીક્ષકો નહી આવતા બળવાખોર જૂથ ફરી સક્રિય થયું છે.