Uttarakhand : પિથોરાગઢ જિલ્લાના સેરાઘાટ વિસ્તારમાંથી લગ્નના મહેમાનોને ચંપાવતના પાટી લઈ જતી કાર ગઈકાલે (ગુરુવારે) મોડી રાત્રે અકસ્માત નો ભોગ બની હતી. જેમાં પાટીના બાલાતારીથી પરત ફરતી વખતે, લગ્નના મહેમાનોથી ભરેલી બોલોરો ઘાટ વિસ્તાર નજીક ઊંડી ખીણમાં પડી ગઈ હતી.
ઉત્તરાખંડ અકસ્માત મા
અકસ્માત માં માતા અને પુત્ર સહિત પાંચ લોકોના મોત થયા છે. અને અન્ય પાંચ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને લોહાઘાટ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવવામાં આવ્યા હતા. આ ઘટનાની માહિતી સવારે 3 વાગ્યે ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટરને મળી હતી. ત્યારબાદ SDRF, પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
હાલ વહીવટીતંત્ર મૃતકોની વિગતો એકત્રિત કરી રહ્યું છે. મૃતકોના મૃતદેહને પણ ખાડીમાંથી બહાર કાઢીને લોહાઘાટ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન સમારોહ પછી લગ્ન પક્ષ ગામમાં પરત ફરી રહ્યો હતો.
મૃતકોના નામ
બિલાસપુરની રહેવાસી 28 વર્ષીય ભાવના ચૌબે; ભાવનાનો છ વર્ષનો પુત્ર પ્રિયાંશુ; 40 વર્ષીય પ્રકાશ ઉનિયાલ; 35 વર્ષીય કેવલ ચંદ્ર ઉનિયાલ; અને 32 વર્ષીય સુરેશ નૌટિયાલ, બંને પંતનગરના રહેવાસી છે.
આ પણ વાંચો: સાબરકાંઠામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત
આ પણ વાંચો: બગોદરા હાઇવે પર સર્જાયો ભયાનક અકસ્માત, બે વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત
