Sabarkantha News/ સાબરકાંઠામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત

NHAI હાઇવે ઓવરબ્રિજનું સમારકામ કરી રહ્યું હતું ત્યારે, એક ટ્રક ટ્રેલરે અચાનક પુલ પરના રોડ રોલરને ટક્કર મારી. આ અકસ્માતમાં, રોડ રોલર અને ટ્રેલર તેની નીચે કચડાઈ ગયા, જેના પરિણામે ત્રણ કામદારો અને એક એન્જિનિયર સહિત ચાર લોકોના મોત થયા.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Sabarkantha News:સાબરકાંઠાના હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર એક ભયંકર અકસ્માત થયો. હાઇવે રિપેર દરમિયાન, એક ટ્રક ટ્રેલરે પુલ પરના રોડ રોલરને ટક્કર મારી. આ અકસ્માતમાં ત્રણ કામદારો અને એક એન્જિનિયરનું મોત નીપજ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠા હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર આ અકસ્માત થયો હતો. NHAI હાઇવે પર રોડ રોલર ઓવરબ્રિજનું સમારકામ કરી રહ્યું હતું ત્યારે એક ટ્રક ટ્રેલરે અચાનક પુલ પરના રોડ રોલરને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં, રોડ રોલર અને ટ્રેલર તેની નીચે કચડાઈ ગયા, જેના પરિણામે ત્રણ કામદારો અને એક એન્જિનિયર સહિત ચાર લોકોના મોત થયા.

કેન્દ્રીય પરિવહન મંત્રી અને CM આવતા હોવાથી ચાલતું હતું સમારકામ

માહિતી અનુસાર આજે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને રાજ્યના મુખ્યમંત્રી હિંમતનગર-ચિલોડા હાઇવેનું નિરીક્ષણ કરવાના હતા, ત્યારથી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) હાઇવેના સમારકામ માટે દિવસ-રાત અથાક મહેનત કરી રહી હતી. આ પ્રોજેક્ટના ભાગ રૂપે GIDC ઓવરબ્રિજ પર પણ કામ ચાલી રહ્યું હતું.

3 શ્રમિકો અને હાઈવે કોન્ટ્રાક્ટ એજન્સીના ઈજનેરનું મોત

અકસ્માત બાદ ઘટનાસ્થળે અરાજકતા ફેલાઈ ગઈ છે. માહિતી મળતાં જ પોલીસ કાફલો ત્યાં પહોંચ્યો અને ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે.પોલીસ હાલ તપાસ કરી રહી છે. હાઇવેને સુરક્ષિત બનાવવાનું કામ ચારેય લોકો માટે આપત્તિજનક બની ગયું, જેનાથી સમગ્ર કાર્યક્રમ અને સિસ્ટમની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા થયા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરકાંઠામાં તહેવાર સમયે જ જૂથ અથડામણ, હથિયારો સાથે કર્યો હુમલો

આ પણ વાંચો:સાબરકાંઠાના હિંમતનગરમાં અકસ્માતઃ પતરાથી કપાતા બેનાં મોત

આ પણ વાંચો:સાબરકાંઠામાં BZ સ્કેમમાં CIDએ હિંમતનગર, બાયડ અને પાલનપુરથી ત્રણ એજન્ટો ઝડપ્યા