Not Set/ બ્રેસ્ટ કેન્સરને રોકવાનો અક્સીર ઇલાજ છે આ શાક 

મુંબઇ, એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, કોબિજમાં જાવા મળતા કમ્પાઉન્ડ બ્રેસ્ટ કેન્સરના સેલની વૃદ્વિ ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે. કેન્સરની શરૂઆતના સમયમાં તે ખૂબ જ મદદગાર સાબિત થાય છે. કેન્સર પ્રિવેન્સન રિસર્ચ મેગેજીનમાં પ્રકાશિક કરવામાં આવેલા આ અભ્યાસમાં કોબીજને બ્રેસ્ટ કેન્સરથી રાહત મેળવવા માટે ઉપયોગી ગણાવવામાં આવી છે. અમેરિકાની ઓરેગન સ્ટેટ યુનિવર્સિટી અને ઓરેગન હેલ્થ […]

Health & Fitness Lifestyle

મુંબઇ,

એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, કોબિજમાં જાવા મળતા કમ્પાઉન્ડ બ્રેસ્ટ કેન્સરના સેલની વૃદ્વિ ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે. કેન્સરની શરૂઆતના સમયમાં તે ખૂબ જ મદદગાર સાબિત થાય છે. કેન્સર પ્રિવેન્સન રિસર્ચ મેગેજીનમાં પ્રકાશિક કરવામાં આવેલા આ અભ્યાસમાં કોબીજને બ્રેસ્ટ કેન્સરથી રાહત મેળવવા માટે ઉપયોગી ગણાવવામાં આવી છે.

અમેરિકાની ઓરેગન સ્ટેટ યુનિવર્સિટી અને ઓરેગન હેલ્થ સાયન્સ યુનિવર્સિટીમાં કરવામાં આવેલ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, બ્રોકલી ( એક પ્રકારની કોબીજ) અને ક્રુસીફેરસ શાકભાજી (વનસ્પતિ સબંધિત શાકભાજી) માંથી મળતો સલ્ફોરાફેનમાં લાંબા સમય સુધી કેન્સરને રોકવા માટે લક્ષણો મળ્યા છે. જેના કારણે સલ્ફોરાફેન કેન્દ્‌સરની વૃદ્વિને ઘટાડવામાં મદદગાર બની શકે છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રથમ કિસ્સો છે જેમાં બ્રેસ્ટ કેન્સરની સારવાર લઇ રહેલી મહિલા પર સલ્ફોરાફેન નો પ્રભાવ જાવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ અભ્યાસમાં એવી ૫૪ મહિલાઓની તપાસ કરવામાં આવી હતી જેમના મેમોગ્રાફીની તપાસમાં અસાધારણ તત્વ મળ્યાં હતા. તેમણે પ્લેસબો પરીક્ષણ વખતે સલ્ફોરાફેનનું સેવન કરાવવામાં આવ્યું હતું.

શોધકર્તાઓએ જણાવ્યુ હતું કે, અભ્યાસમાં મહિલાઓની તપાસમમાં જાણવા મળ્યું હતું કે,સલ્ફોરાફેનથી મહિલાઓમાં જાવા મળેલા અસાધારણ ચિહ્નોમાં ઘટાડો થયો હતો. તેનો સીધો મતલબ છે કે, કમ્પાઉન્ડ કેન્સરની વૃદ્વિ ઓછી કરવામાં સલ્ફોરાફેલ મદદરૂપ બને છે. આ પહેલા પણ કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે, વનસ્પતિ શાકભાજી જેવી કે કોબિજ ખાવાથી કેન્સરના ખતરાને ઘટાડી શકાય છે.