Not Set/ દિલ્લી : માતાએ જ કર્યો પોતાના બે સંતાનો પર ચપ્પુથી હુમલો, પુત્રીનું મોત અને પુત્ર ગંભીર

દિલ્લીમાં માલવિય નગરમાં માતા દદ્વારા જ તેના સંતાનની હત્યા કરતા ચકચાર થઇ ગઈ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે શનિવારે સવારે ૧૦ વાગ્યે ૨૫ વર્ષની મહિલાએ પોતાના બે સંતાન પર ચપ્પુથી જાનલેવા હુમલો કર્યો હતો.આ હુમલામાં તેની દીકરીનું મૃત્યુ થયું હતું.આરોપી મહિલાને એક પુત્ર  અને પુત્રી ૩ વર્ષની છે જેની પર તેણે હુમલો કર્યો હતો. ૩ વર્ષીય […]

Top Stories India Trending

દિલ્લીમાં માલવિય નગરમાં માતા દદ્વારા જ તેના સંતાનની હત્યા કરતા ચકચાર થઇ ગઈ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે શનિવારે સવારે ૧૦ વાગ્યે ૨૫ વર્ષની મહિલાએ પોતાના બે સંતાન પર ચપ્પુથી જાનલેવા હુમલો કર્યો હતો.આ હુમલામાં તેની દીકરીનું મૃત્યુ થયું હતું.આરોપી મહિલાને એક પુત્ર  અને પુત્રી ૩ વર્ષની છે જેની પર તેણે હુમલો કર્યો હતો.

૩ વર્ષીય દીકરીની ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું જયારે દીકરાની હાલત પણ હાલ ગંભીર છે.આરોપી મહિલાનો પતિ ડ્રાઈવર છે. મહિલાએ જયારે આ કૃત્ય કર્યું ત્યારે તેનો પતિ તેના માતા-પિતાના ઘરે ગયો હતો.

આરોપી મોહસીના પણ ઘાયલ થઇ હતી. હાલ માં-દીકરાની સારવાર થઇ રહી છે જેમાં તેના પુત્રની હાલત ગંભીર છે.

આરોપીના સસરાને જયારે આજુબાજુના લોકોએ કીધું ત્યારે તેમને આ ઘટનાની જાણ થઇ હતી અને પછી તેમણે જઈને પોલીસ ફરિયાદ કરી હતી.