Not Set/ રાજકોટમાં 20 વર્ષની યુવતીનું જાહેરમાં ધોલધપાટ કરી અપહરણ

રાજકોટ શહેરના જિલ્લા ગાર્ડન નજીક સોરઠીયા પ્‍લોટમાં રહેતા અને કડીયા કામની મજૂરી કરતાં ગીરધરભાઇ ભલાભાઇ રત્‍નોતરની 20 વર્ષની દીકરી દિપાલી સામા કાંઠે પેડક રોડ પર સ્‍માઇલ પ્‍લસ હોસ્‍પિટલમાં કેસ કાઢવાની નોકરી કરે છે. ત્‍યાંથી ગઇકાલે દીપાલીને ઘાંચીવાડનો વણકર શખ્‍સ અને તેની સાથેના ત્રણ શખ્‍સો ધોલધપાટ કરી બળજબરીથી બાઇકમાં બેસાડી અપહરણ કરી લઇ જતાં ચકચાર મચી ગઇ […]

Top Stories Gujarat Rajkot

રાજકોટ શહેરના જિલ્લા ગાર્ડન નજીક સોરઠીયા પ્‍લોટમાં રહેતા અને કડીયા કામની મજૂરી કરતાં ગીરધરભાઇ ભલાભાઇ રત્‍નોતરની 20 વર્ષની દીકરી દિપાલી સામા કાંઠે પેડક રોડ પર સ્‍માઇલ પ્‍લસ હોસ્‍પિટલમાં કેસ કાઢવાની નોકરી કરે છે.

ત્‍યાંથી ગઇકાલે દીપાલીને ઘાંચીવાડનો વણકર શખ્‍સ અને તેની સાથેના ત્રણ શખ્‍સો ધોલધપાટ કરી બળજબરીથી બાઇકમાં બેસાડી અપહરણ કરી લઇ જતાં ચકચાર મચી ગઇ છે.

આ બનાવની જાણ થતાં બી-ડિવીઝનના પીઆઇની રાહબરી હેઠળ પીએસઆઇ સહિતના સ્‍ટાફે ગીરધરભાઇની ફરિયાદ પરથી ઘાંચીવાડમાં ઇંટોના ભઠ્ઠા પાસે રહેતો ધર્મેશ તથા તેનો મિત્ર રાહુલ ચાવડા તથા બે અજાણ્‍યા શખ્‍સ સામે આઇપીસી 365, 323, 114 મુજબ ગુનો નોંધ્‍યો છે.

ગીરધરભાઇના કહેવા મુજબ તેને બે પુત્રી અને એક પુત્ર છે. 2013માં ગીરધરભાઇના પત્‍ની નિમુબેનને ધર્મેશે છરી ઝીંકી દીધી હતી. આ બાબતનો કેસ કોર્ટમાં ચાલુ છે. આ કેસ પાછો ખેંચી લેવા બાબતે ધર્મેશ અવાર-નવાર ધમકી આપતો હોય કેસ પાછો ન ખેંચતા ખાર રાખી તેની દિકરીને બળજબરીથી ઉઠાવી જવામાં આવી છે.