Not Set/ ઇન્ડોનેશિયા : મૃત હાલતમાં મળી આવી વ્હેલ, પેટમાંથી મળ્યું ૬ કિલો પ્લાસ્ટિક

પ્રદુષણની સમસ્યા એ દુનિયા માટે સૌથી  મોટો એક પ્રશ્ન છે. આધુનીકરણની સાથે જ પ્રકૃતિને આપણે કેટલું બધું નુકશાન કરીએ છીએ તેનો કોઈ અંદાજો નથી. સમુદ્રમાં વધતું જતું પ્રદુષણ તેમાં વસેલા જીવો માટે મોતને આમંત્રણ આપે છે. હાલમાં જ ઇન્ડોનેશિયામાં કાપોટા દ્વીપના કિનારેથી એક વ્હેલ મૃત હાલતમાં મળી આવી છે.તમને જાણીને નવાઈ લાગશે કે આ વ્હેલના […]

Top Stories World Trending

પ્રદુષણની સમસ્યા એ દુનિયા માટે સૌથી  મોટો એક પ્રશ્ન છે. આધુનીકરણની સાથે જ પ્રકૃતિને આપણે કેટલું બધું નુકશાન કરીએ છીએ તેનો કોઈ અંદાજો નથી. સમુદ્રમાં વધતું જતું પ્રદુષણ તેમાં વસેલા જીવો માટે મોતને આમંત્રણ આપે છે.

હાલમાં જ ઇન્ડોનેશિયામાં કાપોટા દ્વીપના કિનારેથી એક વ્હેલ મૃત હાલતમાં મળી આવી છે.તમને જાણીને નવાઈ લાગશે કે આ વ્હેલના પેટમાં ૬ કિલો પ્લાસ્ટીકનો કચરો હતો.

પાર્કના અધિકારીઓએ આ વ્હેલના પેટમાંથી ઘણી બધી પ્લાસ્ટિક બેગ, પ્લાસ્ટિકની બોટલ, ચંપલ અને ૧૧૫ પ્લાસ્ટિકના કપ મળ્યા છે. એટલું જ નહી પણ એક થેલી પણ મળી છે જેમાં ૧ હજારથી પણ વધારે તાર છે. હાલ અધિકારીઓ આ વ્હેલનું મૃત્યુ શા માટે થયું તેની પાછળનું કારણ શોધી રહ્યા છે. જો કે આટલી વધારે માત્રામાં પ્લાસ્ટિક મળી આવતા તે લોકો પણ ચોંકી ગયા છે અને કદાચ આ જ કારણ હોઈ શકે તેવું લાગી રહ્યું છે.

વર્ષ ૨૦૧૫ના સમુદ્ર બાબતેના એક રીપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં જે પણ પ્લાસ્ટિકનો કચરો છે તે ૫૦ ટકા ચીન, ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ અને વિયેતનામ દેશ ઠાલવે છે.

રીપોર્ટમાં સલાહ પણ આપવામાં આવી હતી કે જો આ પાંચ દેશ તેમનો પ્લાસ્ટિકનો કચરો ૬૫ ટકા ઓછો કરી દે તો દુનિયાભરના સમુદ્રમાં ૪૫ ટકા પ્લાસ્ટિકનો કચરો આપોઆપ ઓછો થઇ જશે.