Not Set/ Live Ind vs Aus: બ્રિસ્બેન T-20 જીતવા માટે ભારતને મળ્યો ૧૭૪ રનનો લક્ષ્યાંક

અમદાવાદ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T-20 મેચ આજે બ્રિસ્બેનમાં રમાઈ રહી છે. જેમાં વરસાદનું વિઘ્ન નડતા મેચને 17-17 ઓવરની કરી દેવામાં આવી છે. આ અગાઉ આ બ્રિસ્બેન મેચમાં ભારતીય કેપ્ટન કિંગ કોહલીએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદ પડતા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 17 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ૧૫૬ રન બનાવ્યા […]

Top Stories Sports
Live Ind vs Aus: India got target of 174 runs to win Brisbane T-20

અમદાવાદ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T-20 મેચ આજે બ્રિસ્બેનમાં રમાઈ રહી છે. જેમાં વરસાદનું વિઘ્ન નડતા મેચને 17-17 ઓવરની કરી દેવામાં આવી છે.

આ અગાઉ આ બ્રિસ્બેન મેચમાં ભારતીય કેપ્ટન કિંગ કોહલીએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદ પડતા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 17 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ૧૫૬ રન બનાવ્યા હતા. વરસાદના લીધે મેચની ઓવરો ઘટાડીને 17 ઓવરની  કરી દેવામાં આવી હતી અને ડકવર્થ લુઈસ નિયમના આધારે ભારતને જીતવા માટે 17 ઓવરમાં ૧૭૪ રનનું લક્ષ્યાંક મળ્યું છે.

વરસાદના લીધે મેચ 17-17 ઓવરની કરાઈ

ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન 16.1 ઓવર થઈ હતી ત્યારે વરસાદ પડ્યો હતો. જેના કારણે મેચને અટકાવી દેવાની ફરજ પડી હતી. આ વરસાદ બંધ થયો ત્યારે મેચની ઓવરોને ઘટાડી દેવામાં આવી અને મેચને 17-17 ઓવરની કરી દેવામાં આવી હતી.

કુલદીપે આપ્યો બેવડો ઝટકો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પાંચમી ઓવર ફેંકવાની જવાબદારી ખલીલ અહમદને સોંપી હતી. ડાર્સી શોર્ટ (07 રન)એ આ ઓવરના પહેલા જ બોલ પર મોટો ફટકો મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ વધુ ઉંચે જતો રહ્યો હતો અને કુલદીપ યાદવે એક સારો કેચ પકડી લીધો હતો.

આ પછી કુલદીપ યાદવે 27 રન ઉપર રમી રહેલા એરોન ફિન્ચને ચકમો આપીને તેને આઉટ કરી દીધો હતો. ખલીલ અહમદે તેનો કેચ પકડ્યો હતો. આ પછીની ઓવરમાં કુલદીપ યાદવે ખતરનાક બની રહેલા ક્રિસ લિન(37 રન)ને કોટ એન્ડ બોલ્ડ આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને ત્રીજો ઝટકો આપ્યો હતો.

વરસાદ પછી જયારે ફરીથી રમત શરૂ થઈ ત્યારે પહેલાં જ બોલ પર બુમરાહે મેકસવેલ (46 રન)ને ભુવનેશ્વર કુમારના હાથમાં કેચ કરાવીને પેવેલિયન મોકલી આપ્યો હતો.