Not Set/ અમૃતસર હુમલો : પંજાબી હુમલાખોરની ધરપકડ, નીકળ્યું પાકિસ્તાન કનેક્શન

અમૃતસરમાં નિરંકારી ભવન થયેલા આતંકી હુમલામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેણે પાકિસ્તાનના આતંકીઓની મદદથી આ હુમલાને અંજામ આપ્યો હતો. આ મામલે થયેલી પહેલી ધરપકડ બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ સાંજે ચાર વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. હેન્ડ ગ્રેનેડથી કરવામાં આવેલા હુમલા પાછળ ખાલીસ્તાની આતંકવાદી હરમીત સિંહ હેપ્પી ઉર્ફ પીએચડીનું કાવતરું હોવાનો ખુલાસો થયો છે. […]

Top Stories India

અમૃતસરમાં નિરંકારી ભવન થયેલા આતંકી હુમલામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેણે પાકિસ્તાનના આતંકીઓની મદદથી આ હુમલાને અંજામ આપ્યો હતો.

આ મામલે થયેલી પહેલી ધરપકડ બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ સાંજે ચાર વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે.

હેન્ડ ગ્રેનેડથી કરવામાં આવેલા હુમલા પાછળ ખાલીસ્તાની આતંકવાદી હરમીત સિંહ હેપ્પી ઉર્ફ પીએચડીનું કાવતરું હોવાનો ખુલાસો થયો છે. પાકિસ્તાનમાં છુપાઈને બેઠેલા આરોપીએ હરમીત સિંહે સ્થાનિકોની મદદથી આ ગ્રેનેડ હુમલો કરાવ્યો હતો.

પંજાબ પોલીસે એક સ્થાનિક યુવકની ધરપકડ કરી લીધી છે. જેને નિરંકારી ભવન પર હેન્ડ ગ્રેનેડ ફેંકવાની વાત કબૂલી છે. હેન્ડ ગ્રેનેડ હુમલો કરવા માટેના પૈસા અને ગ્રેનેડ પાકિસ્તાનમાં બેઠેલા ખાલીસ્તાની આતંકી હરમીત સિંહે આપ્યા હતા.