પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનની મહિલા પ્રશંસકોની સંખ્યા થમવાનું નામ જ નથી લઇ રહી. હાલમાં જ તેનું ઉદાહરણ મલેશિયામાં જોવા મળ્યું હતું.
મલેશિયાના પ્રથમ મહિલા સીતી હમમાં મોહમ્મદ અલીએ પીએમનો હાથ પકડવા માટે મંજુરી માંગી હતી. ત્યારબાદ તેમનો આ વિડીયો સોશ્યલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે બે દિવસના પ્રવાસ માટે પીએમ મલેશિયા પહોચ્યા હતા. આ દરમ્યાન ફર્સ્ટ લેડીએ તેમનો હાથ પકડીને ફોટો પડાવવા માટે મજુરી માંગી હતી.
પાકિસ્તાનની એક મીડિયા ચેનલ દ્વારા આ વિડીયો શેર કરવામાં આવ્યો છે.
https://twitter.com/geonews_english/status/1065491935559852032
વિડીયોમાં તમે જોઈ શકો છો તેમ ફર્સ્ટ લેડીએ મજુરી માંગ હતી. ત્યારબાદ પીએમએ તેમને કહ્યું હતું. ‘ જી બિલકુલ ‘. આ દરમ્યાન અહી ઉપસ્થિત તમામ લોકો હંસી પડ્યા હતા.
તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં ઇમરાન ખાને પાકિસ્તાનના વડાપ્રધાનનું પદ સંભાળ્યું છે. વડાપ્રધાન પહેલા તે પાકિસ્તાનના લોકપ્રિય ક્રિકેટર રહી ચુક્યા છે.
વડાપ્રધાન બન્યા બાદ ઇમરાન ખાનની મલેશિયામાં આ પ્રથમ દ્વિપક્ષીય બેઠક છે.
