મુંબઇ,
પ્રિયંકા ચોપરા સાથે લગ્ન કરવા માટે મંગેતર અને અમેરિકન ગાયક નિક જોનસ ભારત આવી ચુક્યા છે. ગુરુવારે નિક ન્યૂયોર્કથી દિલ્હી પહોંચ્યા હતા. પ્રિયંકા અને નિક 2 ડિસેમ્બરના રોજ જોધપુરમાં હશે. પ્રિયંકા અને નિકે જોધપુરના રોયલ ઉમ્મેદભવન પેલેસમાં લગ્ન કરવાનું પસંદ કર્યું છે.

અત્યાર સુધી સમાચાર એ હતા કે નિક અને પ્રિયંકાના લગ્નનું જશ્ન ઉમ્મેદ ભવન ખાતે 29 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ચાલશે. હવે તેમની લગ્નની તારીખ આવી ગઈ છે. એક વેબસાઇટ અનુસાર, પ્રિયંકા અને નિક 2 ડિસેમ્બરના રોજ જોધપુરમાં લગ્નના બંધન બંધાશે.

આ અહેવાલ અનુસાર 29 નવેમ્બરના રોજ મહેંદી અને સંગીત સેરેમની હશે. પછી 30 નવેમ્બરના રોજ કોકટેલ પાર્ટી હશે. પ્રિયંકાની હલ્દીની રસ્મ 1 ડિસેમ્બરના દિવસે થશે અને બીજે દિવસે લગ્ન થશે. મુંબઈની એક રિપોર્ટ મુજબ, લગ્ન પછી, પ્રિયંકા મુંબઈ અને દિલ્હીમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કરી શકે છે. જો કે, તેની તારીખ અને વેન્યુ નક્કી નથી. જણાવી દઈએ કે નિક જોનસ ગુરુવારે દિલ્હી પહોંચ્યા છે. પ્રિયંકાએ તેમનુ સ્વાગત કરતા એક રોમેન્ટિક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
https://www.instagram.com/p/Bqe5w3XHS_X/?utm_source=ig_embed
આ અગાઉ પ્રિયંકા ચોપરાએ ન્યૂયોર્કમાં તેનું બ્રાઈડલ શાવર રાખ્યું હતું. આ પછી, તેણે બેચલર પાર્ટી પણ ખુબ જ એનજોય કરી હતી.હવે અંતે પ્રિયંકા ચોપરા અને નિક જોનસ 2 ડિસેમ્બરના રોજ લગ્નના તાંતણે બંધાય જશે.
