Not Set/ Roadies ફેમ રધુ રામ ડીસેમ્બરમાં કરશે લગ્ન, ફની કાર્ટુનના સાથે આપી માહિતી…

મુંબઇ, ટીવી રીયાલીટી શો રોડીઝથી ફેમસ થનાર રઘુ રામ ટૂંકમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. થોડા સમય પહેલા જ તેણે પોતાની ઈટાલિયન-કેનેડિયન ગર્લફ્રેન્ડ નતાલી ડી લૂસિયો સાથે સગાઈ કરી હતી. રઘુએ આ અંગે જાણકારી આપતા એક કોમેડી કાર્ટૂન ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યુ છે. આ કાર્ટૂનમાં જ્યાં રઘુનુ પાત્ર ઈન્ડિયન ટ્રેડિશનલ કપડામાં ડાંસ કરતુ […]

Uncategorized

મુંબઇ,

ટીવી રીયાલીટી શો રોડીઝથી ફેમસ થનાર રઘુ રામ ટૂંકમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. થોડા સમય પહેલા જ તેણે પોતાની ઈટાલિયન-કેનેડિયન ગર્લફ્રેન્ડ નતાલી ડી લૂસિયો સાથે સગાઈ કરી હતી. રઘુએ આ અંગે જાણકારી આપતા એક કોમેડી કાર્ટૂન ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યુ છે.

આ કાર્ટૂનમાં જ્યાં રઘુનુ પાત્ર ઈન્ડિયન ટ્રેડિશનલ કપડામાં ડાંસ કરતુ જોવા મળી રહ્યુ છે, તો નતાલીનું કેરેક્ટર વાઈટ વેડિંગ ગાઉનમાં નજરે પડી રહ્યુ છે.  આને જોઈને લાગે છે કે આ કપલ દક્ષિણ ભારતમાં ક્યાંક લગ્ન રચાવી શકે છે. પોસ્ટની સાથે રઘુ રામે લગ્નના મહિનાની પણ જાણકારી આપી છે. તેણે જણાવ્યુ કે, લગ્ન ડિસેમ્બર 218માં યોજાશે. જોકે, ડિસેમ્બરમાં કઈ તારીખ તે અંગે તેણે કોઈ જાણકારી આપી નથી.

https://www.instagram.com/p/BqeKDaOA2Vb/?utm_source=ig_embed

આ પોસ્ટ સામે આવતા જ રઘુના પ્રશંસકોએ તને શુભેચ્છા આપવાની શરુઆત કરી દીધી છે.  પ્રશંસકોને રઘુના લગ્ન અંગે દુનિયાને જાણકારી આપવાની રીત પણ ખૂબ પસંદ પડી છે. તેમણે આને ફની અને ક્રિએટિવ ગણાવ્યુ છે. મહત્વનુ છે કે, રઘુના આ બીજા લગ્ન છે. આ પહેલા તેણે અભિનેત્રી સુગંધા ગર્ગ સાથે વર્ષ 2006માં લગ્ન કર્યા હતા. તેમણે ચાલુ વર્ષે જ છૂટાછેડા લીધા હતા. ત્યારે હવે રઘુ પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.