મુંબઇ
ટીવી સીરીયલની જાણીતી અભિનેત્રી શિલ્પા આનંદે તેની બહેન અને તેની સાસુ પર ગંભીર આરોપો મુક્યા છે.શિલ્પા આનંદની સગી બહેન સાક્ષી શિવાનંદ સાઉથ ઇન્ડિયન ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે.ચાર વર્ષથી રૂપેરી પડદેથી ગાયબ થયેલી શિલ્પા આનંદે તેની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે મારી બહેન અને આ મહિલા (બહેનની સાસુ) મને અને મારી માતાને મારી નાંખવા ઇચ્છે છે.મારી માતાએ આ અંગે પોલિસ ફરિયાદ પણ કરી છે.મારી બહેનની સાસુ(ભાવના બ્રહ્મભટ્ટ)એ તેના પતિને મારી નાંખ્યો છે અને તેના વીમાના પૈસા લઇ લીધા છે.તે ભારત આવી તો મને અને મારી માતાને પણ મારવાનો પ્રયત્ન કર્યો હતો. અમે પોલીસને જ્યારે આ બધી વાતો કરી ત્યારે તેની સાસુ અમેરિકા ભાગી ગઇ.
શિલ્પાની માતાએ આ મામલે પોલિસ ફરિયાદ પણ કરી છે.
શિલ્પા આનંદે વર્ષ 2015માં પોતાનાં ફેસબુક એકાઉન્ટનું નામ ઓહાના આનંદ રાખ્યું હતું. તેણે પોતાનાં આ જ એકાઉન્ટ પરથી પોસ્ટ કરી છે.શિલ્પા લખે છે કે તેની બહેનની સાસુના કારણે તેના જીવનમાં ઘણી ઉથલપાથલ મચી છે. તેની પાછળનું કારણ મારી બહેન સાક્ષીની સાસુ છે. તેના ચક્કરમાં ઘણીવાર પોલીસ સ્ટેશનનાં ચક્કર લગાવવા પડ્યાં છે.
શિલ્પાએ ચોંકાવનારો આક્ષેપ કરતાં કહ્યું કે તેની માતાને એવા સબૂત મળ્યાં છે જેનાથી સાબિત થાય છે તે તેમની દીકરીની સાસુએ જ પોતાનાં પતિની હત્યા કરાવી દીધી. પતિને મરાવીને તેમણે ઇન્સ્યોરન્સનાં પૈસા લઇ લીધા છે.
શિલ્પાએ જાણીતી સીરીયલ દિલ મિલ ગયામાં કામ કર્યું હતું,જ્યારે સાક્ષી શિવાનંદે દક્ષિણનાં જાણીતા અભિનેતાઓ ચિરંજીવી, નાગાર્જુનની સાથે પણ કામ કર્યું છે.
