Not Set/ અમદાવાદ : નરોડા-નારોલ નેશનલ હાઇવે પર અઢી કલાકથી ટ્રાફિક જામ, એમ્બ્યુલન્સ પણ ફસાઈ

અમદાવાદના નરોડા-નારોલ નેશનલ હાઈવે નંબર-8 પર છેલ્લા 2.5 કલાકથી 10 કિમીથી વધુ ટ્રાફિક જામ સર્જાયો છે. આ ટ્રાફિક જામ સર્જાતા હજારો વાહન ચાલકો સાથે ઈમરજન્સી સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સની ગાડીઓ પણ ફસાઇ છે. અમદાવાદના નરોડાથી નારોલના નેશનલ હાઈવે નંબર-8 પર સીટીએમ પાસે એકસ્પ્રેસ હાઈવે થી સીટીએમના સર્વિસ રોડ પર કામ દિવસ દરમ્યાન ચાલતું હોવાથી અહીં વાહન ચાલકોને […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદના નરોડા-નારોલ નેશનલ હાઈવે નંબર-8 પર છેલ્લા 2.5 કલાકથી 10 કિમીથી વધુ ટ્રાફિક જામ સર્જાયો છે. આ ટ્રાફિક જામ સર્જાતા હજારો વાહન ચાલકો સાથે ઈમરજન્સી સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સની ગાડીઓ પણ ફસાઇ છે.

અમદાવાદના નરોડાથી નારોલના નેશનલ હાઈવે નંબર-8 પર સીટીએમ પાસે એકસ્પ્રેસ હાઈવે થી સીટીએમના સર્વિસ રોડ પર કામ દિવસ દરમ્યાન ચાલતું હોવાથી અહીં વાહન ચાલકોને ટ્રાફિક જામના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે.

ઇશનપુર, જશોદાનગર, સીટીએમ, રબારી કોલોની, રામરાજય નગર, ઓઢવ સહિતના દરેક ચાર રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થયો છે. જેથી આ રોડ રેપેરીંગનું કામ રાત્રિ દરમ્યાન થાય તેવો રોષ લોકોમાં ઉભો થયો છે.