Not Set/ 14 માસની બાળકી પર બળાત્કારનો મામલો, આજે ઇડરમાં બંધનું એલાન

ઇડર, સાબરકાંઠા જિલ્લાના ધૂંધર ગાંમે 14 માસની બાળકી પર થયેલા બળાત્કારને લઇ આજે ઇડરમાં બંધનું એલાન અપાયું હતું.જેમાં આજે વેપારીઓએ સ્વયંભૂ સાથ આપી દુકાનો બંધ રાખી સમર્થન આપ્યું. વેપારીઓ અને સ્થાનિકોએ આરોપીને કઠોર દંડની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ઢુઢર ગામે શુક્રવારે મોડી સાંજે એક દોઢ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવાની […]

Gujarat Others Videos

ઇડર,

સાબરકાંઠા જિલ્લાના ધૂંધર ગાંમે 14 માસની બાળકી પર થયેલા બળાત્કારને લઇ આજે ઇડરમાં બંધનું એલાન અપાયું હતું.જેમાં આજે વેપારીઓએ સ્વયંભૂ સાથ આપી દુકાનો બંધ રાખી સમર્થન આપ્યું. વેપારીઓ અને સ્થાનિકોએ આરોપીને કઠોર દંડની માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ઢુઢર ગામે શુક્રવારે મોડી સાંજે એક દોઢ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવી હતી. જેમાં, ગામની બાજુમાં આવેલી ફેક્ટરીના મજૂરે 14 માસની બાળકી સાથે આ જધન્ય કૃત્ય આચર્યું છે. આ વાત જેમ જેમ ગામમાં પ્રસરી તેમ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા, અને લોકોએ તે ફેક્ટરી પર જઈ તોડફોડ મચાવી હતી. એટલું જ નહી ટોળાએ ફેક્ટરીની આસપાસ રહેલા વાંહનોમાં આગ ચાંપી સળગાવી દીધા હતા, ત્યારબાદ રૂપાલ-ઢુઢર રોડ ચક્કાજામ કરી દીધો હતો.