Not Set/ દેશની વર્તમાન પરિસ્થિતિને લઈ પૂર્વ રાષ્ટ્રપતિએ મોદી સરકાર પર ફોડ્યું ઠીકરું, કહ્યું કઈક ખાસ..

નવી દિલ્હી, દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા, ગરીબી અને માનવ અધિકારોના હનન અંગે ચિંતા વ્યક્ત કરતા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ મોદી સરકાર પર હુમલો બોલ્યો છે. Country is passing through a difficult phase. The land which gave the concept of ‘Vasudhaiva Kutumbakam’&civilisational ethos of forgiveness, tolerance&acceptance is now in news for rising intolerance, rage&infringement of human […]

Top Stories India Trending

નવી દિલ્હી,

દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા, ગરીબી અને માનવ અધિકારોના હનન અંગે ચિંતા વ્યક્ત કરતા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ મોદી સરકાર પર હુમલો બોલ્યો છે.

રાજધાની દિલ્હીમાં આયોજિત બે દિવસના રાષ્ટ્રીય સંમેલનમાં બોલતા તેઓએ કહ્યું હતું કે, “જે દેશ દ્વારા દુનિયાને “વસુધૈવ કુટુંમ્બકમ” અને સહિષ્ણુતાનું પ્રદાન કર્યું છે તે જ દેશમાં હવે વધતી રહેલી અસહિષ્ણુતા, માનવ અધિકારોના હનનની માહિતી સામે આવી રહી છે”.

પ્રણવ દાએ કહ્યું, “એ દેશોમાં જ વધારે ખુશહાલી હોય છે જ્યાં પોતાના લોકો માટે મૂળભૂત સુવિધાઓ અને સંશાધન સુનિશ્ચિત કરવામાં આવે છે, વધારે સુરક્ષા આપવામાં આવે છે અને લોકો સુધી સુચાનોઓ પહોચે છે”.

તેઓએ દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે જણાવતા પૂર્વ રાષ્ટ્રપતિએ જણાવ્યું, “જો આંકડાનોની જોવામાં આવે તો હાલની પ્રગતિશીલ અર્થવ્યવસ્થામાં અમારી ખુશીઓ ઓછી થઇ જશે. અમે વિકાસના માપદંડ પર ઝડપથી ધ્યાન આપવાની જરૂરત છે.

તેઓએ વધુમાં જણાવ્યું, “સામાન્ય વ્યક્તિની હેપ્પીનેસ રેન્કિંગમાં ભારત ૧૧૩માં સ્થાન પર જયારે ભૂખમરીની રેન્કિંગમાં ભારતનો ક્રમ ૧૧૯મો છે. આ જ પ્રકારે કુપોષણ, આત્મહત્યા, અસમાનતા અને આર્થિક સ્વતંત્રતાની પાન આ જ રેટિંગ છે”.