Not Set/ રામ મંદિરના નિર્માણને લઈ ચાલી રહેલા ધમસાણ વચ્ચે મોહન ભાગવતે કહ્યું કઈક ખાસ, વાંચો.

અયોધ્યા, ૨૦૧૯માં યોજાનારી ચુંટણી પહેલા વર્ષોથી લંબિત રહેલા રામ મંદિરના નિર્માણ મુદ્દે હવે સિયાસી પારો ખુબ આગળ વધ્યો છે. આ વિવાદને લઈ સામે નેતાઓ – મહંતો કે સંગઠનના આગેવાનો દ્વારા કરવામાં આવી રહેલી નિવેદનબાજી વચ્ચે RSS ચીફની વધુ એક પ્રતિક્રિયા સામે આવી છે. મોહન ભાગવતે રામ મંદિર અંગે જણાવતા કહ્યું, ” ભારત એક લોકશાહી દેશ છે […]

Top Stories India Trending

અયોધ્યા,

૨૦૧૯માં યોજાનારી ચુંટણી પહેલા વર્ષોથી લંબિત રહેલા રામ મંદિરના નિર્માણ મુદ્દે હવે સિયાસી પારો ખુબ આગળ વધ્યો છે. આ વિવાદને લઈ સામે નેતાઓ – મહંતો કે સંગઠનના આગેવાનો દ્વારા કરવામાં આવી રહેલી નિવેદનબાજી વચ્ચે RSS ચીફની વધુ એક પ્રતિક્રિયા સામે આવી છે.

મોહન ભાગવતે રામ મંદિર અંગે જણાવતા કહ્યું, ” ભારત એક લોકશાહી દેશ છે અને આ જ કારણે રામ મંદિરના નિર્માણની માંગ કરવામાં આવી રહી છે”.

mohan bhagwat ram mandir
national-rss-chief-mohan-bhagwat-nagpur-ram-mandir-dispute-ayodhya

નાગપુરમાં RSS ચીફે જણાવ્યું હતું કે, “આ અંગે કોર્ટનો નિર્ણય જલ્દી મળી જવો જોઈએ. સત્ય અને ન્યાયએ ટાળતા રહેવું એ યોગ્ય નથી. લાગે છે કે કોર્ટની પ્રાથમિકતા રામ મંદિર છે જ નહિ”.

તેઓએ વધુમાં કહ્યું, સમાજ માત્ર કાયદાથી ચાલતો નથી, પરંતુ ન્યાયમાં વિલંબ પણ અન્યાયની બરાબર જ હોય છે”. સંસદમાં રામ મંદિરને લઈ કાયદો બનાવવા અંગે ભાગવતે કહ્યું, “સંસદમાં ઝડપથી આ મુદ્દે કાયદો બનાવવામાં આવે”.

અયોધ્યામાં કરાયું ધર્મસભાનું આયોજન

ram mandir
national-rss-chief-mohan-bhagwat-nagpur-ram-mandir-dispute-ayodhya

જો કે મોહન ભાગવતનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જયારે રામનગરી અયોધ્યામાં  વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યામાં આયોજિત કરવામાં આવેલી આ સભામાં અંદાજે ૨ લાખ લોકો પહોચ્યા છે.

આ ધર્મસભાને સંબોધિત કરતા VHPના આંતરરાષ્ટ્રીય સચિવ ચમ્પ્ત રાયે કહ્યું હતું કે, “રામ મંદિરના નિર્માણ માટે અમારે આ પૂરી જગ્યા જોઈએ છે અને આ જમીનના ભાગલાનો કોઈ પણ ફોર્મુલા મંજૂર કરવામાં આવશે નહી”.

તેઓએ વધુમાં કહ્યું, “સુન્ની વકફ બોર્ડે આ વિવાદિત જમીનની માલિકીનો હક પાછો લઈ લેવો જોઈએ”. સાથે સાથે VHPના આંતરરાષ્ટ્રીય સચિવે ઉમેર્યું હતું કે, વિશ્વ હિંદુ પરિષદ આ જમીન પર નમાજ પઢવા દેશે નહિ”.