અમદાવાદ,
એનઆઈએની ટીમે અજમેર બ્લાસ્ટના આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં એનઆઈએના વકીલે કોર્ટમાં આરોપી સુરેશ નાયરના બે દિવસના ટ્રાંઝિસ્ટ રિમાન્ડની માંગ કરી હતી અને તપાસ અર્થે જયપુર લઈ જવા માંગ કરી હતી.
જેને લઈને કોર્ટે એનઆઈની માંગને જોતા બે દિસસના ટ્રાંઝિસ્ટ રિમાન્ડ મંજૂર કર્યા હતા અને તેને તપાસ અર્થે હેલિકોપ્ટરની મદદથી જયપુર લઈ જવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, આરોપીની સુરેશ નાયરની ભરૂચ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અજમેર બ્લાસ્ટનો મુખ્ય સુત્રધાર છે વર્ષ 2007 અજમેર બ્લાસ્ટમાં 3 લોકોના મોત થયા હતા અને 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
