અમદાવાદ,
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર કરાયેલા હુમલા મામલે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાંચે અમદાવાદ એરપોર્ટ પરથી આરોપી મોહમ્મદ ફારૂખ શેખની ઝડપી પાડ્યો હતો.
#Gujarat: Accused Mohammed Farooq Shaikh in 2002 #AkshardhamTemple attack arrested by Ahmedabad crime branch from #Ahmedabad #Airport pic.twitter.com/VyMTr7LJQU
— Mantavya News (@Mantavyanews) November 26, 2018
આરોપી છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો અને સાઉદી અરેબિયા જતો રહ્યો હતો. જેમાં ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, આરોપી સાઉદી અરેબિયાથી અમદાવાદ આવી રહ્યો છે તે બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે આરોપીને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો હતો.
ઉલ્લેખનિય છે કે વર્ષ 2002માં ગાંધીનગર અક્ષરધામ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 30થી વધુ લોકોના મોત થયા હતા અને 80 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
