ભારતનાં પીએમ નરેન્દ્ર મોદી, યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનનાં પીએમ શિન્ઝો આબે વચ્ચે પહેલીવાર G20 સમીટમાં ટ્રાઈલેટરલ મીટીંગ યોજાશે. આ મીટીંગ વિશેની જાહેરાત યુએસ નેશનલ સિક્યુરીટી એડવાઇઝર દ્વારા કરવામાં આવી હતી.
આ G20 સમીટ આર્જેન્ટીનામાં યોજાવાની છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અલગથી મોદી અને આબેની મુલાકાત લેશે. પહેલીવાર આ દેશોનાં લીડર એકસાથે મીટીંગ કરશે. આ પહેલાં ટ્રાઈલેટરલ ફોર્મેટમાં ક્યારેય મીટીંગ થઇ નથી કારણકે કા તો મીટીંગ બાઈલેટરલ ફોર્મેટમાં થઇ હોય અથવા મલ્ટીલેટરલ ફોર્મેટમાં.
આ સમીટમાં મોદી ચાઈનીઝ પ્રેસિડેન્ટ અને રશિયન પ્રેસિડેન્ટ સાથે પણ અલગથી ટ્રાઈલેટરલ મીટીંગ કરશે.
G20 સમીટ ૩૦ નવેમ્બરથી 1 ડીસેમ્બર સુધી ચાલશે.
