પાકિસ્તનમાં કરતારપુર કોરિડોરનો બુધવારે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. હરસિમરત કૌર બાદલે આ કાર્યક્રમમાં કહ્યું કે, આજે આપણી કોમ માટે એક ઐતિહાસિક દિવસ છે. દરેક શિખની એક જ માંગ હતી. જે 70 વર્ષોમાં ન થઇ શક્યું, એ હવે થવા જઈ રહ્યું છે. જેના હાથે આ સેવા લખી હતી, એના હાથે જ આ કામ પૂરું થયું છે. ગુરુનાનક સાહેબે પોતાનું છેલ્લો સમય આપની ધરતી પર વિતાવ્યો હતો, પરંતુ 4 કીમીનું આ અંતર પાર કરતા 70 વર્ષ લાગી ગયા.
હરસિમરત કૌરે ભાવુક થતા કહ્યું હતું કે, અહીં મારુ કોઈ ઓળખીતું નથી,પરંતુ એક શિખ હોવાથી મારી પ્રાર્થના પુરી થઇ. અમારી કેબિનેટે આ ફેંસલો લીધો અને આજે આ સપનું પૂરું થયું.
હરસિમરત કૌરે ભારત અને પાકિસ્તાનના આલાકમાનોને પોતાની ભાવના દર્શાવતા કહ્યું કે, જો બર્લીન દીવાલ પડી શકે છે, તો ભારત પાકિસ્તાન વચ્ચેની નફરત કેમ દૂર ન થઇ શકે.
