Not Set/ ઈસરોએ અંતરિક્ષમાં ભરી વધુ એક ઉડાન, એક ભારતીય સહિત ૩૧ સેટેલાઈટ કર્યા લોન્ચ

હૈદરાબાદ, ભારતીય સ્પેસ એજન્સી ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)એ અંતરિક્ષમાં વધુ એક ઉડાન ભરી છે. ગુરુવારે ઈસરો દ્વારા પોલાર સેટેલાઈટ લોન્ચ વિહીક્લ્સ (PSLV) C-43 દ્વારા ૩૧ સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે. #Watch ISRO launches HysIS and 30 other satellites on PSLV-C43 from Satish Dhawan Space Centre in Sriharikota. #AndhraPradesh pic.twitter.com/ZtI295a4cy — ANI (@ANI) November […]

Top Stories India Trending

હૈદરાબાદ,

ભારતીય સ્પેસ એજન્સી ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)એ અંતરિક્ષમાં વધુ એક ઉડાન ભરી છે. ગુરુવારે ઈસરો દ્વારા પોલાર સેટેલાઈટ લોન્ચ વિહીક્લ્સ (PSLV) C-43 દ્વારા ૩૧ સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે.

આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી સવારે આ સેટેલાઈટને લોન્ચ કરવામાં આવ્યા છે. આ સાથે જ PSLV લોન્ચ વિહીક્લ્સે આ જ વર્ષે છઠ્ઠી ઉડાન ભરી છે.

PSLV C-43 પોતાની સાથે પૃથ્વીની નિગરાની કરનારો ભારતીય સેટેલાઈટ HYSIS અને ૩૦ અન્ય ઉપગ્રહને પોતાની સાથે લઈને ગયું છે. આ ૩૧ સેટેલાઈટમાં ૨૩ અમરિકાના ઉપગ્રહ છે.

ઈસરો દ્વારા જણાવ્યા અનુસાર, HYSIS સેટેલાઈટનો મુખ્ય હેતુ સ્પેક્ટ્રમની નજીક ઇન્ફ્રારેડ અને શોર્ટવેવ ઇન્ફ્રારેડ ક્ષેત્રમાં પૃથ્વીની સપાટીનું અધ્યયન કરવાનો છે.

HYSISમાં એક માઈક્રો અને ૨૯ નાના સેટેલાઈટ છે. આ ઉપગ્રહ કુલ ૮ દેશોના છે, જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, કોલંબિયા, ફિનલેન્ડ, ,મલેશિયા, નેધરલેંડ તેમજ સ્પેનના સેટેલાઈટ શામેલ છે.