Not Set/ ભગવાન હનુમાનને દલિત કહેવા બદલ સીએમ યોગીને મળી લીગલ નોટીસ

ઉત્તર પ્રદેશનાં સીએમ યોગીને રાજસ્થાનના રાઈટ વિંગ ગ્રુપ દ્વારા લીગલ નોટીસ ફટકારવામાં આવી છે. મુખ્યમંત્રી યોગીને આ નોટીસ ભગવાન હનુમાનને ‘દલિત’ કહેવા બદલ મોકલવામાં આવી છે. અલવર જીલ્લામાં રેલી દરમ્યાન સીએમ યોગી આદિત્યનાથે સંબોધનમાં હનુમાનને દલિત કહ્યા હતા. પરંતુ આ વાત એમને ભારે પડી ગઈ છે. રાજસ્થાન સર્વ બ્રાહ્મણ મહાસભાના પ્રેસિડેન્ટ સુરેશ મિશ્રાએ યોગીને આ […]

Top Stories India

ઉત્તર પ્રદેશનાં સીએમ યોગીને રાજસ્થાનના રાઈટ વિંગ ગ્રુપ દ્વારા લીગલ નોટીસ ફટકારવામાં આવી છે. મુખ્યમંત્રી યોગીને આ નોટીસ ભગવાન હનુમાનને ‘દલિત’ કહેવા બદલ મોકલવામાં આવી છે.

અલવર જીલ્લામાં રેલી દરમ્યાન સીએમ યોગી આદિત્યનાથે સંબોધનમાં હનુમાનને દલિત કહ્યા હતા. પરંતુ આ વાત એમને ભારે પડી ગઈ છે. રાજસ્થાન સર્વ બ્રાહ્મણ મહાસભાના પ્રેસિડેન્ટ સુરેશ મિશ્રાએ યોગીને આ લીગલ નોટીસ મોકલી છે અને 3 દિવસમાં યોગી માફી માંગે એવી માંગ કરી છે.

યોગી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે એમણે બીજેપી માટે રાજકીય ફાયદો મેળવવા માટે હનુમાન ભગવાનની કાસ્ટને વચ્ચે લાવ્યાં છે. રાજસ્થાન રાજ્યમાં 7 ડિસેમ્બરે થનારી વિધાનસભાની ચુંટણીમાં ફાયદો મેળવવા માટે એમણે આવું કર્યું છે.

લીગલ નોટીસ અનુસાર, યોગી આદિત્યનાથનું સ્ટેટમેન્ટ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે એવું છે અને એમણે રાજસ્થાન ચુંટણીમાં રાજકીય ફાયદો મેળવવા માટે હનુમાનનું નામ વાપર્યું છે.