Not Set/ કુંડી મત ખટકાવો રાજા…સીધા અંદર આવો રાજા..વાંચો પછી શું કરતી આ ગુજરાતી અભિનેત્રી

અમદાવાદ, અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી એક યુવતી દ્વારા યુવકોને પ્રેમજાળમાં ફસાવી તેમને લૂંટતી એક ગેંગ સક્રિય હતી. જેને લઈને શહેર પોલીસે આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં હાલમાં રામોલ પોલીસને આ મામલે મોટી સફળતા મળી છે અને પોલીસે આ ગેંગના બે ઈસમો સહિત લૂંટારૂ ગુજરાતી અભિનેત્રી સંજના પરમારની પણ ધરપકડ કરી છે. આ […]

Top Stories Ahmedabad Gujarat Videos
vadodara reliance plant fire 11 કુંડી મત ખટકાવો રાજા...સીધા અંદર આવો રાજા..વાંચો પછી શું કરતી આ ગુજરાતી અભિનેત્રી

અમદાવાદ,

અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી એક યુવતી દ્વારા યુવકોને પ્રેમજાળમાં ફસાવી તેમને લૂંટતી એક ગેંગ સક્રિય હતી. જેને લઈને શહેર પોલીસે આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

જેમાં હાલમાં રામોલ પોલીસને આ મામલે મોટી સફળતા મળી છે અને પોલીસે આ ગેંગના બે ઈસમો સહિત લૂંટારૂ ગુજરાતી અભિનેત્રી સંજના પરમારની પણ ધરપકડ કરી છે. આ ગેંગના મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો યુવતી પહેલા યુવકોને પ્રેમ જાળમાં ફસાવતી હતી અને ત્યાર બાદ તેને એકલતામાં બોલાવી લૂંટી લેવામાં આવતા હતા.

મહત્વનું છે કે. આરોપી યુવતી અભિનેત્રી છે તેને કેટલાક ગુજરાતી આલબમોમાં કામ કર્યુ છે અને તેનો જ લાભ લઈ તે યુવકોને પોતાની તરફ આકર્ષતિ હતી. જુદા જુદા વિસ્તારમાં સ્ટેજ શોમાં ડાન્સ કરીને લોકોનો સંપર્ક કરતી હતી અને તે દરમિયાન તે માલેતુજારો અને મધ્યમ વર્ગના વેપારીઓને ટાર્ગેટ કરતી હતી.

આરોપી યુવતી યુવકોને વસ્ત્રાલથી ગતરાડ રોડ પર બોલાવતી અને ત્યા વાહન પાર્ક કરી તેને ખેતરમાં લઈ જતી ત્યાર તેના સાગરીતો તેને માર મારી લૂંટી લેતા અને તેને નગ્ન કરી તેનો વિડીયો બનાવી પોલીસ ફરિયાદ નહિં કરવાની ધમકી આપતા હતા.

હાલ તો પોલીસે લૂંટારૂ અભિનેત્રી અને બે આરોપીની ધરપકડ કરી આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે. તો પોલીસે આરોપી પાસેથી લૂંટની રોકડ અને દાગીના સહિત લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.