Not Set/ આંધ્રપ્રદેશ: ૧૬ વર્ષીય IIITની વિદ્યાર્થીનીએ હોસ્ટેલની બિલ્ડીંગ પરથી માર્યો કૂદકો, હાલત નાજુક

દેશમાં આત્મહત્યાના કિસ્સા ઘણા સામાન્ય બની ગયા છે. આંધ્ર પ્રદેશમાં ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એટલે કે આઈઆઈઆઈટીની વિદ્યાર્થીએ હોસ્ટેલની બિલ્ડીંગ પરથી ઝંપલાવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના ગુરુવારની છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ૧૬ વર્ષીય વિદ્યાર્થીનીને હાલ સ્થિતિ ગંભીર છે તેને વિજયવાડાની હોસ્પિટલમાં દખલ કરવામાં આવી છે. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ શા આમતે […]

Top Stories India Trending

દેશમાં આત્મહત્યાના કિસ્સા ઘણા સામાન્ય બની ગયા છે. આંધ્ર પ્રદેશમાં ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એટલે કે આઈઆઈઆઈટીની વિદ્યાર્થીએ હોસ્ટેલની બિલ્ડીંગ પરથી ઝંપલાવ્યું છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના ગુરુવારની છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ૧૬ વર્ષીય વિદ્યાર્થીનીને હાલ સ્થિતિ ગંભીર છે તેને વિજયવાડાની હોસ્પિટલમાં દખલ કરવામાં આવી છે.

પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ શા આમતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

તો બીજી તરફ કોલેજ તરફથી કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીની બાથરૂમ તરફ જઈ રહી હતી અને ભૂલથી બિલ્ડીંગ પરથી પડી ગઈ હતી.

પીડિતા હાલ બોલી શકે તેવી હાલતમાં નથી જેને લઈને પોલીસ જયારે તેને હોશ આવશે ત્યારે તેનું નિવેદન લેશે.

સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કહેવા પ્રમાણે છોકરી બિલ્ડીંગ પરથી અચાનક કેવી રીતે પડી શકે. એ બિલ્ડીંગની ફરતતે  તો ચારેબાજુ દીવાલ છે.

તમને જણાવી દઈએ કે આ કેસ ઘણો ગંભીર છે. છેલ્લા ૧૦ વર્ષોમાં આઈઆઈઆઈટીમાં આશરે અડધા ડઝનથી પણ વધારે લોકો આત્મહત્યા કરી ચુક્યા છે.