Not Set/ BJPના ચાણક્યનો “જાદુ કે પ્રભાવ” ! સુંદરસિંહે ૪૮ કલાકમાં જ કોંગ્રેસનો છેડો ફાડી ધારણ કર્યો ભાજપનો ખેસ

અમદાવાદ, લોકસભાની ચૂંટણી કે રાજ્યોમાં યોજાતી વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન રાજકીય પાર્ટીઓના નેતાઓની પક્ષ પલટો કરવાની સિઝન શરુ થતી હોય છે. હાલમાં જસદણ સિવાય રાજ્યમાં એવી કોઈ ચૂંટણી યોજાવાની નથી, પરંતુ આ મૌસમ પાછી ખીલી છે. આ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી અને મહેમદાવાદના પૂર્વ ધારસભ્ય સુંદરસિંહ ચૌહાણે અંદાજે ૪૮ કલાક પહેલા ભાજપને ઝટકો […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

લોકસભાની ચૂંટણી કે રાજ્યોમાં યોજાતી વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન રાજકીય પાર્ટીઓના નેતાઓની પક્ષ પલટો કરવાની સિઝન શરુ થતી હોય છે. હાલમાં જસદણ સિવાય રાજ્યમાં એવી કોઈ ચૂંટણી યોજાવાની નથી, પરંતુ આ મૌસમ પાછી ખીલી છે.

આ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી અને મહેમદાવાદના પૂર્વ ધારસભ્ય સુંદરસિંહ ચૌહાણે અંદાજે ૪૮ કલાક પહેલા ભાજપને ઝટકો આપી કોંગ્રેસમાં જોડાયા હતા.

જો કે ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો “જાદુ માનવો કે પ્રભાવ” પણ, સુંદરસિંહ ચૌહાણ ૨ દિવસમાં જ કોંગ્રેસ પાર્ટી છોડી પાછો ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લીધો છે.

gujarat-ahmedabad-ex-bjp-sunder sinh chauhan minister-joined-bjp-congress-returns-48-hours-amit-shah

અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૭ નવેમ્બરના રોજ અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરી હતી, પરંતુ ત્યારબાદ હવે તેઓએ નડિયાદના ભાજપ કાર્યાલય ખાતે સાંસદ દેવુંસિંહ ચૌહાણ અને પંકજ દેસાઇની હાજરીમાં ભાજપમાં પાછા ફર્યા છે.

આ પહેલા રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓનો વિરોધ કરતા કોંગ્રેસમાં જોડાયા હતા.