Not Set/ રાજ્ય સરકારનું મંત્રીમંડળ બીમારીના ભરડામાં, 7 મંત્રીઓ લઇ રહ્યા છે સારવાર

ગુજરાતની રાજ્ય સરકારનું મંત્રીમંડળ હાલ બીમારીના ભરડામાં છે. રાજ્ય સરકારના 7 જેટલા મંત્રીઓ બીમારીના કારણે રજા પર ગયા છે. મુંબઈની બ્રીચકેંડી હોસ્પિટલમાં ઘૂંટણની સારવાર કરાવી રહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ 2 સપ્તાહના આરામ બાદ પાછા ફરશે. વળી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ મોઢાના કેન્સરની સારવાર કરાવી હોવાથી તેઓ પણ 2 સપ્તાહ જેટલો આરામ કરશે. જયારે શ્રમ અને […]

Top Stories Gujarat

ગુજરાતની રાજ્ય સરકારનું મંત્રીમંડળ હાલ બીમારીના ભરડામાં છે. રાજ્ય સરકારના 7 જેટલા મંત્રીઓ બીમારીના કારણે રજા પર ગયા છે. મુંબઈની બ્રીચકેંડી હોસ્પિટલમાં ઘૂંટણની સારવાર કરાવી રહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ 2 સપ્તાહના આરામ બાદ પાછા ફરશે.

mantavyanews.com

વળી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ મોઢાના કેન્સરની સારવાર કરાવી હોવાથી તેઓ પણ 2 સપ્તાહ જેટલો આરામ કરશે. જયારે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરને થોડા સમયથી આંખની તકલીફ હોવાથી, તેઓ પણ મોતિયાનું ઓપરેશન કરાવી શકે છે.

mantavyanews.com

ઉર્જામંત્રી સૌરભ પટેલને ખભાની તકલીફ થતા તેઓ પણ ઓપરેશન કરાવી શકે છે. જયારે રાજ્ય મંત્રી પરષોત્તમ સોલંકીને ડાયાબિટીસની તકલીફ હોવાથી તેઓ પણ અમદાવાદ સિવિલ  હોસ્પિટલની મુલાકાત લેતા રહેતા હોય છે.