Not Set/ મગફળી ખરીદીની ફરજમાં ગેરહાજર વધુ 6 અધિકારી-કર્મચારીને નોટિસ ફટકારાઈ

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા હાલ મગફળીની ખરીદીની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ મગફળી ખરીદીની કામગીરીમાં જેમને  ફરજ સોંપવામાં આવી છે. તેમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા.  જે અંગે સરકાર દ્વારા શુક્રવારે બે કર્મચારીઓની સામે ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. આ પછી શનિવારે વધુ છ અધિકારી અને કર્મચારીઓ સામે રાજકોટ વહીવટી […]

Top Stories Gujarat Rajkot Trending
Notice given to 6 more officers and employees for their absence during the purchase of groundnut

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા હાલ મગફળીની ખરીદીની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ મગફળી ખરીદીની કામગીરીમાં જેમને  ફરજ સોંપવામાં આવી છે. તેમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા.  જે અંગે સરકાર દ્વારા શુક્રવારે બે કર્મચારીઓની સામે ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. આ પછી શનિવારે વધુ છ અધિકારી અને કર્મચારીઓ સામે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં વિવિધ સ્થળોએ મગફળી ખરીદવા માટે કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે. જેના અંતર્ગત વિવિધ મગફળી ખરીદ કેન્દ્રો પર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. આ મગફળી ખરીદીની પ્રક્રિયા અંતર્ગત સોંપાયેલી ફરજમાં ગેરહાજર રહેનાર બે કર્મચારી સામે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી દ્વારા શુક્રવારે ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. એટલું જ નહિ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરીને તેમને ફરજ સ્થળ હાજર કરવામાં આવ્યા હતા.

શુક્રવારે બનેલી આ ઘટના બાદ રાજકોટ (ગ્રામ્ય)ના મદદનીશ કલેકટર ડો.ઓમ પ્રકાશ (આઈએએસ) દ્વારા વધુ 6 અધિકારીઓ અને કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે, જેના કારણે રાજકોટ જિલ્લાના સરકારી કર્મચારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટિંગ સીઝન 2018-19 અન્વયે ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા અંતર્ગત રાજકોટ જિલ્લાના લોધીકા અને પડધરી તાલુકા માટે રાજકોટ ખાતે જૂના માર્કેટ યાર્ડમાં કામગીરી ચાલી રહી છે.

આ પ્રક્રિયામાં ફરજ માટે લોધીકા તાલુકાના હરિપર (પાળ) ગામના તલાટી મંત્રી હરદાસ બી. ડાંગર, રાજકોટ સિંચાઈ વિભાગના કલાર્ક પી.ટી. હરખાણી, જુનિયર કલાર્ક જે.એન. ગમારા, નાયબ કાર્યપાલક ઈજનેર કચેરીના ટેકનિકલ આસિસ્ટન્ટ કિશોર મોહનભાઈ કાથરોટિયા, ગુણવત્તા અને પૂર નિયંત્રણ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરીના અધિક મદદનીશ ઈજનેર એ.જી. પટેલ અને પાણી પુરવઠા વિભાગના સિનિયર કલાર્ક કે.જે. ગોહેલને ફરજ સોંપવામાં આવી હતી.

પરંતુ આ અધિકારીઓ અને કર્મચારીઓ તેમની ફરજ માટે આ ખરીદ કેન્દ્ર હાજર થયા ન હતા. આથી રાજકોટ (ગ્રામ્ય)ના મદદનીશ કલેકટર ડૉ. ઓમ પ્રકાશ દ્વારા આ છ અધિકારી અને કર્મચારીઓને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.