Not Set/ UPAના શાસનમાં પણ ૩ વાર થઇ સર્જિકલ સ્ટ્રાઈક, પરંતુ PMની જેમ નથી કર્યો પ્રચાર : રાહુલ ગાંધી

જયપુર, રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહેલો પ્રચાર અને પ્રસાર અંતિમ ચરણમાં છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ શનિવારે રાજસ્થાનમાં હતા. આ દરમિયાન તેઓએ પહેલા એક ચૂંટણીના કાર્યક્રમમાં વેપારીઓને સંબોધિત કર્યા હતા અને ત્યારબાદ પીએમ મોદી અને વર્તમાન મોદી સરકાર પર સર્જિકલ સ્ટ્રાઈકને લઈ નિશાન સાધ્યું હતું. […]

Top Stories India Trending

જયપુર,

રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહેલો પ્રચાર અને પ્રસાર અંતિમ ચરણમાં છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ શનિવારે રાજસ્થાનમાં હતા.

આ દરમિયાન તેઓએ પહેલા એક ચૂંટણીના કાર્યક્રમમાં વેપારીઓને સંબોધિત કર્યા હતા અને ત્યારબાદ પીએમ મોદી અને વર્તમાન મોદી સરકાર પર સર્જિકલ સ્ટ્રાઈકને લઈ નિશાન સાધ્યું હતું.

PMએ સર્જિકલ સ્ટ્રાઈકને એક પોલિટીકલ એસેટ બનાવ્યું

તેઓએ જણાવ્યું હતું કે, “પીએમ નરેન્દ્ર મોદી આર્મીના કાર્યક્ષેત્રમાં ઘુસ્યા અને સર્જિકલ સ્ટ્રાઈકને આકાર આપ્યો છે. તેઓએ સર્જિકલ સ્ટ્રાઈકને એક પોલિટીકલ એસેટ બનાવી દીધું છે, જયારે આ નિર્ણય આર્મીનો હતો”.

કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં જણાવતા કહ્યું, “શું તમને ખબર છે કે, નરેન્દ્ર મોદી સર્જિકલ સ્ટ્રાઈકની જેમ જ મનમોહન સિંહ સરકારે પણ ત્રણવાર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી ?. પરંતુ સેના મનમોહન સિંહ પાસે આવી અને કહ્યું કે, અમારે પાકિસ્તાનને તેની કરતૂતોનો જવાબ આપવો પડશે. આ સાથે જ તેઓએ કહ્યું કે આ પ્લાન સિક્રેટ રાખવો પડશે”.

પીએમ મોદી કયા પ્રકારના હિંદુ છે

બીજી બાજુ રાહુલ ગાંધીએ પીએમ મોદીના હિન્દુત્વના જ્ઞાન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેઓએ કહ્યું, “હિંદુ ધર્મનો સાર શું છે ? જ્ઞાન દરેક જગ્યાએ છે અને જ્ઞાન તમારી ચારેબાજુ છે. જે વ્યક્તિમાં જીવ છે, તેઓ પાસે જ્ઞાન છે. પરંતુ અમારા પ્રધાનમંત્રી કહે છે કે, તેઓ હિંદુ છે પણ ધર્મનો મતલબ તેઓ સમજતા નથી, તેઓ કયા પ્રકારના હિંદુ છે.