Interesting/ પત્નીએ ખરીદેલી ચપ્પલ તકલાદી નીકળતા પતિ વિફર્યો, કર્યું એવું કે..

એક પતિએ પોતાની પત્ની કરાચીના તારિક રોડ પર એક દુકાનમાંથી 1600 રૂપિયાની એક જોડી ચપ્પલ ખરીદી છે. થોડા દિવસ બાદ જ એક ચપ્પલ તૂટી ગયું. અમે દુકાનદાર પાસે ગયા અને ફરિયાદ કરી,

Ajab Gajab News Trending

કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી ઘરકંકાસ થવાની ઘટનાઓ તેમજ પતિ અને પત્ની વચ્ચે ઝગડા થવાના સમાચાર સામે આવતા રહે છે, જ્યાં આ મામલે ભયાનક સ્વરૂપ લીધું હોય એવા પણ સમાચાર મળ્યા પણ મળ્યા છે. આ તમામ પ્રકારના ન્યુઝ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ જાય છે. એવી જ રીતે હાલ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના કરાચીના એક સમાચાર લોકોનું ધ્યાની ખેંચી રહી છે.

આ ઘટના છે એવી કે, જ્યાં એક ચપ્પલ વેચનારા દુકાનદાર વિરૂદ્ધ એક પતિએ કોર્ટમાં અરજી દાખલ કરી છે. કારણકે એની પત્નીએ આ દુકાનદાર પાસેથી ચપ્પલ ખરીદ્યા હતા અને તે તકલાદી નીકળ્યા હતા.

આ ઘટના પર નજર કરીએ તો, એક પતિએ પોતાની પત્ની કરાચીના તારિક રોડ પર એક દુકાનમાંથી 1600 રૂપિયાની એક જોડી ચપ્પલ ખરીદી હતી. થોડા દિવસ બાદ જ એક ચપ્પલ તૂટી ગયું. જે બાદ તેઓ દુકાનદાર પાસે ગયા અને ફરિયાદ કરી, પરંતુ દુકાનદાર કઈપણ સાંભળવા તૈયાર ન હતો. ત્યારબાદ આ મામલે પતિ કોર્ટમાં પહોંચ્યો છે અને દુકાનદાર વિરુધ ફરિયાદ નોંધાવી છે.

બીજી તરફ આ અરજી જોયા બાદ કોર્ટે આ મામલાની સુનવણી માટે પણ અનુમતિ આપી દીધી છે અને આ ઘટનામાં સામેલ લોકો અને સાક્ષીઓને પણ નોટિસ આપી છે. અરજી કરનાર વ્યક્તિએ દુકાનદાર પર ભારે દંડ અને એના વિરૂદ્ધ કડક પગલાં લેવાની પણ માંગ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…