જંબુસર પોલીસ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો. મીઠું ભરીને આવતી ઓવરલોડ ગાડીઓને જંબુસર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસરના મીઠાંના અગરોમાંથી મીઠું ભરીને આવતી ઓવરલોડ ગાડીઓમાંથી ઘણા સમયથી ભરેલું મીઠું રોડ પર પડતા નાના વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
ઉપરાંત આ ગાડીઓને કારણે સવારના સમયે મીઠું રોડ પર પડતા ઝાકળની ભીનાશને કારણે બાઈક સવારોની ગાડીઓ સ્લીપ ખાવાનો ભય રહે છે. જેના લીધે અકસ્માત થવાની સંભાવના વધે છે.

જંબુસર પોલીસ સ્ટેશનના પીઆઇ પી.આર.મેટલીયાના આદેશ અનુસાર હેડ કોસ્ટેબલ બળવંત સિંહ અને એમની ટીમ જંબુસર એસટી ડેપો પાસેથી પસાર થતી મીઠું ભરેલી ઓવડલોડ ગાડીઓને ઝડપી પાડી હતી.
ઓવરલોડ ભરેલા મોસમોટા વાહનોને કારણે જંબુસરના ટંકારી ભાગોળથી એસટી ડેપો સુધીનો માર્ગ બિસ્માર થઈ જવાની પણ વાતો લોક મુખે ચર્ચાઈ રહી છે.
