મુંબઇ,
વિકી કૌશલની આગામી ફિલ્મ ‘ઉરી’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી સપ્ટેમ્બર 2016માં થયેલ ઉડી હમલો અને દેશના જવાનો પર આધારિત છે જે તેમના જીવની પરવા કર્યા વગર દેશના આતંકવાદીઓ સાથે લડતા રહે છે.
ફિલ્મના ટ્રેલરને જોતાં લાગે છે કે ફિલ્મ એક્શનથી ભરપૂર છે. ફિલ્મમાં ઉરી હુમલા પછી એલઓસી પાર કરનાર સૈન્ય સૈનિકો દ્વારા સર્જીકલ સ્ટ્રાઈકની સ્ટોરી જણાવે છે. ઉડીના આતંકવાદીઓ દ્વારા આ હુમલામાં 19 ભારતીય સૈનિકો શહીદ થયા હતા હુમલાના 11 દિવસ પછી, આર્મીએ સર્જીકલ સ્ટ્રાઈકની કરીને 38 આતંકવાદીઓને મોતના ઘાટ ઉતર્યા હતા.
જુઓ વીડીયો…
આપને જણાવી દઈએ કે ફિલ્મમા વિકી કૌશલ એક આર્મી ઓફિસરની ભૂમિકા નિભાવી રહ્યા છે. ટ્રેલર જોઇને લાગે છે કે વિકી કૌશલે આ વખતે પણ પોતાન એક્ટિંગથી લોકોને ઈન્પ્રેસ કરવામાં સફળ થશે. ફિલ્મમાં વિકી કૌશલના સિવાય પરેશ રાવલ, યામી ગૌતમ અને નિમરત ખૈરા મહત્વના રોલ નજરે પડશે.
ચોક્કસપણે, આ ફિલ્મના ટ્રેલરને જોયા પછી, એવું કહી શકાય કે ઘણા લાંબા સમય પછી, બોલિવૂડ પ્રેક્ષકો માટે એક સારી મિલેટ્રી ડ્રામા ફિલ્મ આવી રહી છે. આદિત્ય ધર દ્રારા લખેલ અને દિગ્દર્શિત કરવામાં આવેલ ફિલ્મ ‘ઉરી’ ને રોની સ્ક્રુવાલાએ પ્રોડ્યુસ કરી છે અને આ ફિલ્મ 11 જાન્યુઆરી, 2019 ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.
