એક જમાનામાં કિંગ ઓફ ગુડ ટાઈમ્સના નામથી મશહૂર વિજય માલ્યા કિંગફિશર એરલાઇન્સના કારણે જ બરબાદીની કગાર પર પહોંચી ગયા છે. વર્ષ 2015માં વિજય માલ્યાએ કિંગફિશર એરલાઇન્સની ધમાકેદાર શરૂઆત કરી હતી. એમનું સપનું કિંગફિશર એરલાઈન્સને મોટી બ્રાન્ડ બનાવવાનું હતું.
![એક એવી ભૂલ જેના કારણે માલ્યાનું સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું 2 322956 mallya 4 e1544005223955 એક એવી ભૂલ જેના કારણે માલ્યાનું સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/12/322956-mallya-4-e1544005223955.jpg)
જેથી 2007માં માલ્યાએ દેશની પહેલી લો કોસ્ટ એવિએશન કંપની એર ડેક્કનનું ટેકઓવર કર્યું હતું. જેના માટે માલ્યાએ 1200 કરોડ જેટલી મોટી રકમ ખર્ચ કરી હતી. વર્ષ 2007માં કરવામાં આવેલો આ સોદો વિજય માલ્યાની મોટી ભૂલ સાબિત થયો.
આ સોદાના પાંચ વર્ષમાં જ કિંગફિશર એરલાઇન્સ બંધ થઇ ગઈ અને માલ્યાનું કારોબારી સામ્રાજ્ય લગભગ ખતમ થઇ ગયું. જોકે, એ સોદાનો તત્કાલ ફાયદો પણ મળ્યો હતો. જેથી 2011માં કિંગફિશર દેશની બીજી મોટી એવિએશન કંપની પણ બની ગઈ હતી.