Not Set/ રોબર્ટ વાડ્રા બાદ કોંગ્રેસનાં આ નેતાનાં ઘરે ઇડીની રેડ, પૂછપરછ માટે લઇ જવાયા

ભારતનાં ઇન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ દ્વારા શનિવારે દેશની રાજધાની દિલ્લીમાં કોંગ્રેસનાં નેતા જગદીશ શર્માના ઘરે રેડ પાડવામાં આવી હતી. રાજકારણી જગદીશ શર્માએ જણાવ્યું કે, ‘મને ઇડી દ્વારા પૂછતાછ કરવા માટે લઇ જવામાં આવે છે.’   આ પહેલાં શુક્રવારે ઇડી દ્વારા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા સાથે જોડાયેલાં ત્રણ વ્યક્તિઓની ઓફિસ પર રેડ પાડવામાં આવી હતી. આ તપાસ […]

Top Stories India Trending Politics

ભારતનાં ઇન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ દ્વારા શનિવારે દેશની રાજધાની દિલ્લીમાં કોંગ્રેસનાં નેતા જગદીશ શર્માના ઘરે રેડ પાડવામાં આવી હતી.

રાજકારણી જગદીશ શર્માએ જણાવ્યું કે, ‘મને ઇડી દ્વારા પૂછતાછ કરવા માટે લઇ જવામાં આવે છે.’

 

https://twitter.com/ANI/status/1071261227844698113

આ પહેલાં શુક્રવારે ઇડી દ્વારા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા સાથે જોડાયેલાં ત્રણ વ્યક્તિઓની ઓફિસ પર રેડ પાડવામાં આવી હતી. આ તપાસ 16 કલાક સુધી ચાલી હતી. આ રેડ એજન્સી દ્વારા એટલે હાથ ધરવામાં આવી હતી કારણકે રક્ષા ડીલમાં કમિશન લેવા બાબતે અને વિદેશમાં ગેરકાનુની સંપતિ રાખવા માટેની એમનાં પર શંકા હતી.

અધિકારીઓ દિલ્લી – એનસીઆર અને બેંગ્લોરમાં વિવિધ જગ્યાએ  ગઈકાલે બપોરે 12 વાગ્યાથી તપાસ શરુ કરી દીધી હતી.

સુખદેવ વિહારમાં આવેલી વાડ્રાની ઓફિસ સ્કાઈલાઈટ હોસ્પિટાલીટી પ્રાઇવેટ લિમિટેડેનાં વકિલે આરોપ લગાવ્યો કે, ઇડીનાં ઓફિસર ઓફિસનાં દરવાજા તોડીને અંદર આવી ગયાં હતા અને એમણે ઓફિસનાં કર્મચારીઓને 13 થી 14 કલાક સુધી પૂરી રાખ્યા હતા.

ઇડી રાત્રે 3 વાગ્યે તપાસ પૂરી કરીને ઘણાં ડોક્યુમેન્ટ્સ લઈને પરત ફરી હતી.

Directorate of Enforcement ભારત સરકારનાં નાણાં મંત્રાલયનાં રેવન્યુ ડીપાર્ટમેન્ટ અંતર્ગત કામ કરતી ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટીગેશન એજન્સી છે.