બ્લ્યુ વ્હેલ ગેમ ખુબ જીવલેણ સાબિત થઈ રહી છે. આ ડેડલી ગેમના કારણે વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. તામિલનાડુના મદૂરાઈમાં 19 વર્ષના વિગ્નેશ નામના એક વિદ્યાર્થીનો મૃતદેહ ઘરમાં લટકાયેલી હાલતમાં મળી આવ્યો…. તેના એક હાથ પર બ્લ્યુ વ્હેલનું નિશાન જોઈને ઘરવાળાઓના હોશ ઉડી ગયા હતાં…આ વખતે જો કે એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે…આ નોટ વાંચીને પોલીસ અને ઘરવાળાઓ સ્તબ્ધ થઈ ગયાં હતાં. સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે ‘બ્લ્યુ વ્હેલ- આ એક ગેમ નથી પરંતુ ખતરો છે. એકવાર તમે તેમાં પ્રવેશ કરી જશો તો પછી તમે ક્યારેય બહાર નિકળી શકતા નથી..વિગ્નેશ એક પ્રાઈવેટ કોલેજમાં સેકન્ડ યરનો વિદ્યાર્થી હતો….તેના મિત્રોએ પોલીસને જણાવ્યું કે, તે મોટા ભાગનો સમય ફોન પર પસાર કરતો હતો…તેનો અર્થ એ હતો કે તે ગેમ રમવામાં રચ્યો પચ્યો રહેતો હતો. હાલ પોલીસે વિગ્નેશનો મૃતદેહ કબ્જે કર્યો છે અને સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે…નોંધનીય છે કે બ્લ્યુ વ્હેલ ગેમના કારણે તામિલનાડુમાં થનારા મોતનો આ પહેલો કિસ્સો છે.
Not Set/
બ્લ્યુ વ્હેલ ગેમથી વધુ એક આત્મહત્યાનો બનાવ તામિલનાડુના મદૂરાઈમાં
બ્લ્યુ વ્હેલ ગેમ ખુબ જીવલેણ સાબિત થઈ રહી છે. આ ડેડલી ગેમના કારણે વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. તામિલનાડુના મદૂરાઈમાં 19 વર્ષના વિગ્નેશ નામના એક વિદ્યાર્થીનો મૃતદેહ ઘરમાં લટકાયેલી હાલતમાં મળી આવ્યો…. તેના એક હાથ પર બ્લ્યુ વ્હેલનું નિશાન જોઈને ઘરવાળાઓના હોશ ઉડી ગયા હતાં…આ વખતે જો કે એક સ્યૂસાઈડ નોટ પણ મળી […]
