દેશની ૪ લોકસભા અને ૧૦ વિધાનસભા સીટો પર ઉપચુનાવ માટે મતદાન ચાલી રહ્યું છે. યુપીના કૈરાના, મહારાષ્ટ્રના પાલઘર અને ગોન્દિયા અને નાગાલેંડમાં પણ એક લોકસભા સીટ માટે મતદાન ચાલી રહ્યું છે. જયારે યુપીના નુરપુર વિધાનસભા સીટ સાથે
બિહાર, ઝારખંડ, કેરલ, મહારાષ્ટ્ર, મેઘાલય, પંજાબ, ઉતરાખંડ અને પશ્ચિમ બંગાળ મળીને કુલ ૧૦ વિધાનસભા સીટો પર મતદાન
ચાલી રહ્યું છે. સવારથીજ મતદાતાઓ વોટીંગ માટે લાઈનમાં લાગેલા છે.
કૈરાના-નુરપુરમાં ઘણી જગ્યાઓ પર ઈવીએમમાં ખરાબી હોવાની ફરીયાદ્દો પણ આવી છે. જેને વિપક્ષ બીજેપીની સાઝીશ હોવાનું
જણાવી રહ્યો છે. કૈરનાના આરએલડી ઉમેદવાર તબસ્સુમ હસને ચુંટણી આયોગને પત્ર લખીને ફરિયાદ કરી છે.
આ પેટા-ચુંટણીઓનું પરિણામ ૩૧મી મે ના રોજ આવશે.
૧૧:૫૦ વાગે: પંજાબના શાહકોટ માં ૧૧ વાગ્યા સુધીમાં ૩૧ ટકા મતદાન નોંધવામાં આવ્યું છે.
૧૧:૩૫ વાગે: કર્ણાટકના આર.આર.નગર વિધાનસભા ક્ષેત્રમાં સવારે ૧૧ વાગ્યા સુધી ૨૧ ટકા મતદાન થયું હોવાનું જાણવામાં
આવી રહ્યું છે.
૧૧:30 વાગે: યુપીના નુરપુર વિધાનસભા ક્ષેત્રમાં સવારે ૧૧ વાગ્યા સુધી ૨૪.૫૫ ટકા મતદાન નોંધવામાં આવ્યું છે.
૧૧:૧૫ વાગે: કૈરાના ઈવીએમ ખરાબીની ફરિયાદ પર ચુંટણી આયોગે જવાબ આપ્યો છે કે જ્યાં ઈવીએમમાં ફરિયાદો આવીછે ત્યાં
ઈવીએમ બદલી દેવામાં આવ્યા છે.
૧૧:૦૦ વાગે: કૈરનામાં લોકદળના ઉમેદવાર તબસ્સુમ હસને આરોપ લગાવ્યો કે દલિત, મુસ્લિમ અને જાટ બહુમતી વાળા
વિસ્તારોમાં ઈવીએમમાં ગડબડ કરવામાં આવી રહી છે.
૧૦:૪૫ વાગે: કર્ણાટકની આર આર નગર વિધાનસભા સીટ પર સવારે ૯ વાગ્યા સુધી ૧૧ ટકા મતદાન થયું છે.
૧૦:૪૦ વાગે: સપા નેતા રાજેન્દ્ર ચૌધરીએ લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને ઈવીએમમાં ગડબડ થવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે આરોપ લગાવ્યો હતો કે બીજેપી કોઈ પણ રીતે ગોરખપુર અને ફૂલપુર માં થયેલી હારનો બદલો લેવા માંગે છે.
૧૦:૨૦ વાગે: નુરપુરમાં વિધાનસભા સીટ પર ધીમી ગતિએ મતદાન ચાલી રહ્યું છે. સવારે ૯ વાગ્યા સુધી લગભગ ૬ ટકા મતદાન
નોંધવામાં આવ્યું છે.
ઉતર પ્રદેશમાં રાજનીતિક રીતે મહત્વની કૈરાના સીટ અને મહારાષ્ટ્રના ભંડારા-ગોન્દિયા અને પાલઘર તથા નાગાલેંડમાં એક લોકસભા
સીટો પર પેટાચુંટણી ચાલી રહી છે. કૈરાના પેટા ચુંટણીમાં બીજેપી વિરુદ્ધ સંયુક્ત વિપક્ષ જેવો ઘાટ છે. રાષ્ટ્રીય લોકદળના તબસ્સુમ
હસનને સપા, કોંગ્રેસ અને બસપા નું સમર્થન મળેલું છે જયારે બીજેપીએ સ્વર્ગીય હુકુમ સિંહની દીકરી મૃગાંકા સિંહને ચુંટણીમાં
ઉતાર્યા છે.
મહારાષ્ટ્રમાં ચારે મોટી પાર્ટીઓ કોંગ્રેસ, બીજેપી, શિવસેના અને એનસીપીએ પેટા-ચુંટણીમાં પૂરો દમ લગાવી રહી છે.
