Not Set/ સતત 15માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો, દિલ્લીમાં 78 રૂપિયા તો મુંબઈમાં 86 રૂપિયાની પાર

મોદી સરકારના આશ્વાસન પછી પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થતો જ જાય છે. દિવસને દિવસે ઓઈલની કિમતો રેકોર્ડ તોડી રહી છે. સતત 15માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો નોંધ્યો છે. દિલ્લીમાં પેટ્રોલની કિંમતમાં 15 પૈસા વધીને 78 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે જયારે મુંબઈમાં 86 રૂપિયા સુધી મોંધુ પેટ્રોલ થઇ ગયું છે. દિલ્લીમાં પેટ્રોલની કિંમતમાં […]

Trending Business

મોદી સરકારના આશ્વાસન પછી પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થતો જ જાય છે. દિવસને દિવસે ઓઈલની કિમતો રેકોર્ડ તોડી રહી છે. સતત 15માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો નોંધ્યો છે.

દિલ્લીમાં પેટ્રોલની કિંમતમાં 15 પૈસા વધીને 78 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે જયારે મુંબઈમાં 86 રૂપિયા સુધી મોંધુ પેટ્રોલ થઇ ગયું છે. દિલ્લીમાં પેટ્રોલની કિંમતમાં 15 પૈસા વધીને 78 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે જયારે મુંબઈમાં 86 રૂપિયા સુધી મોંધુ પેટ્રોલ થઇ ગયું છે. કોલકાતામાં 80 રૂપિયા 91 પૈસા, ચેન્નઈમાં 81.26 રૂપિયા સુધી મોંધુ પેટ્રોલની ખરીદી કરવી પડી રહી છે.

ડીઝલની કિંમતોમાં આજે 11 પૈસા જેટલો વધારો થયો છે. મુબઈમાં એક લીટર ડીઝલની કિંમત 73.64 રૂપિયા. કોલકાતામાં 71.72 રૂપિયા, ચેન્નઈમાં 73.03 રૂપિયા પ્રતિ લીટરે ડીઝલ વેચાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સતત વધી રહેલા કાચા તેલની  કિંમતોના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે.

છેલ્લા 15 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે અમે સામાન્ય માણસને રાહત અપાવવા માટે રસ્તાઓ શોધી રહ્યા છીએ. હાલના દિવસોમાં રશિયા અને સાઉદી અરબે કાચા તેલની જરૂરિયાતમાં ઢીલ આપવાની વાત કહી છે. પરંતુ હજી સુધી તેની અસર દેખાઈ રહી નથી.