મુંબઇ,
બિઝનેશમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઇશા અંબાણી તેના મંગેતર આનંદ પિરામલના સાથે મુંબઈમાં 12 ડિસેમ્બરે લગ્ન કરશે. લગ્નની તૈયારી શરૂ થઈ ચુકી છે. શનિવાર સાંજે ઉદયપુરમાં જ સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું ઇશાની સંગીત સેરેમનીમાં જોડાવા માટે બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ ઉદયપુર પહોંચ્યા છે. અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટન પણ સામેલ થયા હતા.

સંગીત સેરેમનીની ઘણી તસ્વીરો અને વીડીયો સામે આવ્યા છે. આ સાથે જ પ્રિયંકા અને નિકનો એક ફોટો પણ સામે આવ્યો છે. બંને ભારતીય આઉટફિટમાં જોવા મળી રહ્યા હતા. પ્રિયંકાએ જ્યાં સિલ્વર રંગની સાડી પહેરી હતી તો નિક જોનસ શેરવાનીમાં જોવા મળ્યા હતા.





આપને જણાવી દઈએ કે શુક્રવારે ‘અન્ના સેવા’ સાથે વેડિંગ ફન્ક્શન શરુ થયું હતું. અન્ના સેવા દરમિયાન ઇશા અને આનંદ 5100 (મુખ્ય રૂપથી દિવ્યાંગ) લોકોને જમાડિયા હતા. આ દરમિયાન તેમના સાથે ઇશાના માતા-પિતા નીતા અને મુકેશ અંબાણી, ભાઈ અનંત અંબાણી અને આનંદના માતા-પિતા પણ સામિલ થયા. આ સેવા નારાયણ સેવા સંસ્થાનમાં ચાર દિવસ (7 થી 10 ડીસેમ્બર) સુધી ચાલશે. જેમાં ગરીબ, દિવ્યાંગોને ત્રણ ટાઈમ જમવાનું આપવામાં આવશે.
