મુંબઈ: ઉદયપુરના મહારાણા પ્રતાપ એરપોર્ટ આ સપ્તાહમાં બહુ વ્યસ્ત રહેશે. તેનું કારણ એ છે કે, એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને પીરામલ ગ્રૂપના વડા અજય પીરામલના પુત્ર આનંદ પીરામલના લગ્નનો સમારોહ છે.
આ લગ્ન સમારોહમાં શામેલ થનારા મહેમાનોને લઈને ૨૦૦થી વધુ ચાર્ટર વિમાન ઉદયપુર પહોંચશે. પ્રાઈવેટ ચાર્ટર ઉપરાંત અંબાણી પરિવાર દ્વારા મહેમાનો માટે એરલાઈન્સ કંપનીઓની આશરે 20 ફ્લાઈટસ બુક કરાવી છે.
ટાટા અને સિંગાપુર એરલાઈન્સના સયુંકત ઉપક્રમ એવી વિસ્તારા મુંબઈ અને દિલ્હીથી ઓછામાં ઓછી દસ ચાર્ટર ફ્લાઈટ ઉદયપુર લઈ જઈ રહી છે. આ ઉપરાંત સ્પાઈસ જેટ, જેટ એરવેઝ એન એર એશિયા પણ ઉદયપુરની માટે દસ ફ્લાઈટ સંચાલિત કરી રહી છે.
અંબાણી અને પીરામલ પરિવાર ઉદયપુરમાં લગ્ન અગાઉ સમારોહ યોજી રહ્યા છે. એક એરલાઈન્સ કંપનીના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, ‘ઠંડીની વ્યસ્ત સિઝનમાં ચાર્ટર ફ્લાઈટસને સંચાલિત કરવી સામાન્ય બાબત નથી, કોઈ કંપની ત્યારે ચાર્ટર ત્યારે જ સ્વીકારે છે કે જયારે તેની ઓફર આકર્ષક હોય છે. અન્યથા તે ઇનકાર કરી દે છે.
અંબાણી પરિવાર દરેક ફ્લાઈટની માટે સારા પૈસા આપી રહ્યું છે.’ દરેક એરલાઈન્સ કંપનીઓએ બુકિંગ અંગે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો છે. આના ઉપરાંત રિલાયન્સ ગ્રૂપના મહેમાનોને લાવવા માટે પોતાના વિમાનોનો ઉપયોગ કરી રહ્યું છે.
ઉદ્યોગના એક સૂત્રે કહ્યું હતું કે, ‘રિલાયન્સની પાસે પોતાની વિમાન સેવા છે. સાથોસાથ કેટલાય મહેમાનો પર્સનલ ચાર્ટર વિમાન મારફત લગ્નમાં પહોંચશે.’ અત્રે ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ગ્રૂપની પાસે 11 વિમાન અને ત્રણ હેલિકોપ્ટર છે.
મોટી સંખ્યામાં વિમાનોની અવરજવરના કારણે ઉદયપુર એરપોર્ટના અધિકારીઓએ ડે લાઈટ વોચની સમય મર્યાદાને સાંજના ચાર વાગ્યા સુધીની વધારવાનો નિર્ણય લીધો છે.
સામાન્ય રીતે સવારે સાડા પાંચ વાગ્યાથી બપોરના પોણા બે વાગ્યા સુધી જ તેની પરવાનગી હોય છે. જો કે, આ નાના એરપોર્ટ પર પાર્કિંગની માટે પૂરતી જગ્યા નથી. એટલા માટે વિમાનોએ નાઈટ પાર્કિંગની માટે જયપુર અને અમદાવાદ જવું પડે છે.
ઉદયપુર એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘સામાન્ય રીતે આ એરપોર્ટ પર દરરોજની 20 ફ્લાઈટસને સંચાલિત કરવામાં આવી શકે છે. આ વખતે વિમાનોની સંખ્યા ઘણી બધી વધારે રહેશે પરંતુ અમે તેના માટે તૈયાર છીએ, કારણ કે, મોટાભાગના મહેમાનો સવારે આવશે.’
