રાજસ્થાન વિધાનસભાની ચુંટણી શુક્રવારે 7 તારીખે થઇ હતી. પરંતુ EVM સાથે થયેલી છેડછાડને કારણે એ દિવસનાં મતને રદ કરી દેવાયા હતા અને આજે 10 તારીખે ફરી મતદાન કાર્યક્રમ યોજાયો છે.
કરણપુર વિસ્તારમાં 163 નંબરનાં બુથ પર વિધાનસભાની ચુંટણી માટે આજે સવારથી મતદાન શરુ થઇ ગયું છે. મતદાન સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી થશે.
Rajasthan: Re-polling is underway at booth no.163 in Karanpur assembly constituency. Election Commission had nullified the votes cast there on 7th December due to malfunctioning of the EVM. #RajasthanElections2018 pic.twitter.com/0ac9mFfpLi
— ANI (@ANI) December 10, 2018
ચીફ ઈલેકટોરલ ઓફિસર આનંદ કુમારે જણાવ્યું હતું કે, ઈલેકશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ફરી મતદાન કાર્યક્રમનું આયોજન સોમવારે કરવામાં આવ્યું છે.
ગઈ ચુંટણીની સરખામણીમાં આ ચુંટણીમાં ફરી મતદાન કાર્યક્રમમાં ભારે ઘટાડો થયો છે. 2013 ની વિધાનસભા ચુંટણીમાં 8 મતદાન સેન્ટર પર ફરી મતદાન થયું હતું.
આ વિધાનસભા ચુંટણીનું પરિણામ 11 ડીસેમ્બરે જાહેર થવાનું છે.
