Not Set/ Same on you congress…!! પાકિસ્તાનની સાંસદમાં રાહુલ ગાંધીના નિવેદનનો ઉપયોગ : અમિત શાહ

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદર અને નગર હવેલીના સિલવાસામાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું હતું. સિલ્વાસામાં પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરતાં અમિત શાહે કહ્યું કે, કરોડો રૂપિયાના કામો એક પછી એક અહીં બહાર પાડવામાં આવ્યા છે. આ તમામ કાર્યો આ કેન્દ્રશાસિત પ્રદેશોને વિકાસના માર્ગમાં આગળ વધારશે. ઘણાં વર્ષોથી, અહીંના લોકો વિકાસનો માર્ગ શોધી રહ્યા […]

Top Stories India Politics

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદર અને નગર હવેલીના સિલવાસામાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું હતું. સિલ્વાસામાં પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરતાં અમિત શાહે કહ્યું કે, કરોડો રૂપિયાના કામો એક પછી એક અહીં બહાર પાડવામાં આવ્યા છે. આ તમામ કાર્યો આ કેન્દ્રશાસિત પ્રદેશોને વિકાસના માર્ગમાં આગળ વધારશે. ઘણાં વર્ષોથી, અહીંના લોકો વિકાસનો માર્ગ શોધી રહ્યા હતા, પરંતુ  નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડા પ્રધાન બન્યા ત્યારે અહીં વિકાસ થયો. વર્ષોથી આ સ્થાનના લોકોની અવગણના કરવામાં આવી હતી. 2014 થી અહીં સર્વાંગી વિકાસ શરૂ થયો.

આર્ટિકલ 370 પર બોલતા ગૃહમંત્રીએ કહ્યું કે ગત સંસદ સત્રમાં મોદીજીએ ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આર્ટિકલ 370 અને 35 A એ દેશના એકીકરણમાં અવરોધ હતા. તમે ફરીથી મોદીને વડા પ્રધાન બનાવ્યા અને તેમણે સંસદના પહેલા સત્રમાં આર્ટીકલ 370 નાબૂદ કરી દીધી. આ કામ મોદીજી સિવાય બીજું કોઈ કરી શક્યું નહીં. આર્ટીકલ 370 પાછી ખેંચાતાં જમ્મુ-કાશ્મીરમાં વિકાસનો માર્ગ ખુલ્યો છે, જમ્મુ-કાશ્મીરને ભારત સાથે જોડવાનું કામ કરવામાં આવ્યું છે.

લોકોને સંબોધન કરતાં શાહે કહ્યું કે, આ નિર્ણય પર દેશના તમામ લોકો સરકારની સાથે છે પરંતુ કેટલાક લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે. આજે રાહુલ ગાંધી જે પણ નિવેદન આપે છે તેનો ઉપયોગ પાકિસ્તાનની સંસદમાં થાય છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે 370 ને હટાવવાનો વિરોધ કર્યો. આજે પણ રાહુલ ગાંધીએ જે નિવેદનો આપ્યા છે તેના પાકિસ્તાનમાં વખાણ કરવામાં આવે છે. તેમનું નિવેદન પાકિસ્તાનની અરજીમાં શામેલ છે. કોંગ્રેસીઓએ શરમ કરવી જોઇયે કે તેમના નિવેદનોનો ઉપયોગ ભારત સામે કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.