આજે સવારથી સ્ટોક માર્કેટ ડાઉન ચાલી રહ્યું છે. આજે દેશમાં 5 રાજ્યોની ચુંટણીનાં પરિણામ જાહેર થવાનાં છે. આ ચુંટણીનાં પરિણામની અસર સ્ટોક માર્કેટ પર જોવા મળી રહી છે. આ સિવાય રોકાણકારો RBI ગવર્નર ઉર્જીત પટેલનાં તાત્કાલિક રાજીનામાને લઈને પણ ચિંતિત છે. શેર બજારમાં મંદી જોવા મળી રહી છે.
બોમ્બે સ્ટોક એક્સચેજનો સૂચકઆંક સેન્સેક્સ સવારે 9:૩o વાગ્યે 34,458.60 પોઈન્ટ પર હતો. એટલે 501.66 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1.43 % ડાઉન થયો હતો. 10:12 વાગ્યે સેન્સેક્સ 34,590.15 પોઈન્ટ પર હતો.
જયારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 10,350.05 પોઈન્ટ પર સવારે 9:૩0 વાગ્યે ટ્રેડ કરતું હતું. 9:53 વાગ્યે 10,390.85 પર ટ્રેડ કરતું હતું.
આ સિવાય ક્રુડ ઓઈલનાં ભાવમાં વધારો થયો જેને કારણે પણ રૂપિયો નબળો પડ્યો. સોમવારે ગવર્નરનાં અચાનક રાજીનામાં બાદ ડોલર સામે રૂપિયો મંગળવારે સવારે 112 પૈસા ઘટીને ખુલ્યો હતો.