Not Set/ રાજસ્થાનમાં કોંગ્રેસ દ્વારા કરાઈ ઉજવણીની તૈયારી, પાર્ટી દ્વારા અપાયો ૨૦૦ kg લાડુનો ઓર્ડર

જયપુર, રાજસ્થાનની ૨૦૦ સીટો પર યોજવામાં આવેલી વિધાનસભાની ચૂંટણીના વોટોની મતગણતરી મંગળવારે હાથ ધરવામાં આવી રહી છે. શરૂઆતમાં સામે આવી રહેલા ચૂંટણીના વલણો મુજબ રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી હાલમાં ૧૧૪ સીટો પર આગળ ચાલી રહી છે. રાજસ્થાનમાં કોંગ્રેસે ૧૧૪ બેઠક સાથે બહુમતનો આંકડો પાર કરી લીધો છે અને હાલમાં સરકાર બનાવતી જોવા મળી રહી છે. બીજી […]

India Trending

જયપુર,

રાજસ્થાનની ૨૦૦ સીટો પર યોજવામાં આવેલી વિધાનસભાની ચૂંટણીના વોટોની મતગણતરી મંગળવારે હાથ ધરવામાં આવી રહી છે. શરૂઆતમાં સામે આવી રહેલા ચૂંટણીના વલણો મુજબ રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી હાલમાં ૧૧૪ સીટો પર આગળ ચાલી રહી છે.

રાજસ્થાનમાં કોંગ્રેસે ૧૧૪ બેઠક સાથે બહુમતનો આંકડો પાર કરી લીધો છે અને હાલમાં સરકાર બનાવતી જોવા મળી રહી છે.

બીજી બાજુ અત્યારથી જ પાર્ટી દ્વારા આ અવસરની ઉજવણી કરવા માટેની તૈયારી આરંભી દેવામાં આવી છે.

રાજ્યની પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા મોટી માત્રામાં મીઠાઈઓ, ફટાકડા, અબીલ અને ગુલાલનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ૨૦૦ કિલો લાડુનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે.

સાથે સાથે પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલોટના ઘરની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પહેલાથી ઉજવણી કરવામાં આવી રહી છે.