અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાએ મંગળવારે જાહેર કર્યું કે તેઓએ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદમાંથી 1 ડીસેમ્બરે રાજીનામું આપી દીધું હતું. સુરજીત ભલ્લા EAC-PM ( ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ ટુ ધ પ્રાઈમ મીનીસ્ટર) નાં પાર્ટ ટાઇમ સભ્ય હતા.
સુરજીત ભલ્લાએ ટ્વીટર પર જણાવ્યું હતું કે, ‘મે 1 ડીસેમ્બરથી PMEAC નાં પાર્ટ ટાઇમ સભ્ય પદથી રાજીનામું આપી દીધું છે.’
EAC-PM વડાપ્રધાન દ્વારા કહેવામાં આવેલી ઇકોનોમિક અથવા બીજી સમસ્યાઓ પર એનાલિસિસ કરે છે અને એ બાબતો પર વડાપ્રધાનને સલાહ આપે છે. આ પરિષદનાં વડા ડોક્ટર વિવેક છે. જે નીતિ આયોગનાં પણ સભ્ય છે.
