મુંબઇ,
કપિલ શર્માએ પોતાની ગર્લફ્રેન્ડ ગીન્ની ચતરથની સાથે લગ્નના બંધાનમાં બંધાય ચુક્યા છે. બુધવારની રાતે કોમેડિયન પોતાના પરિવાર સાથે જાન લઈને જલંધર પહોંચ્યા. જ્યારે કપિલ શર્માએ વેડિંગ વેન્યુમાં પ્રવેશ કર્યું ત્યારે તેમના ચાહકોની ભીડ ઉમટી પડી હતી. કપિલને સિક્યોરિટી ગાર્ડ્સની મદદ લેવી પડી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપિલ દ્વારા સુરક્ષાના બંદોબસ્ત પર 10 લાખ રૂપિયા ખર્ચ્યા છે.

કપિલ શર્માએ તેના લગ્ન પહેલા માતાની ચોકી રાખી હતી. લગ્નમાં સામિલ થવા માટે ભારતી સિંહ, સુમોન ચક્રવર્તી, ક્રિષ્ના અભિષેક, સુદેશ લહરી, ચંદન પ્રભાકર અને રાજીવ ઠાકુર પહોંચ્યા હતા.
https://www.instagram.com/p/BrSstqKAnNA/?utm_source=ig_embed
લગ્ન પછી કપિલ 14 ડીસેમ્બરના રોજ તેમના હોમટાઉન અમૃતસરમાં રિસેપ્શન પાર્ટી આપશે. આ સિવાય તેઓ એક રિસેપ્શન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનના લોકો માટે 24 ડીસેમ્બરના રોજ રાખશે.
કોણ ચ્ચે ગીન્ની, કઈ રીતે થઇ કપિલ સાથે મુલાકાત?
આપને જણાવી દઈએ કે ગીન્ની કોલેજ સમયથી કપિલની દોસ્ત છે. બંન્ને ત્યારથી એકબીજાને ઓળખે છે. બંને સ્ટાર વનની સીરીયલ ‘હંસ બલીએ’માં સાથે જોવા મળ્યા હતા.
