મુંબઇ,
બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાનની કાર સાથે ગોવામાં એક બાઇક સવારનું એક્સિડન્ટ થઇ ગયું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઝરીન ખાને થોડીક ઈજા થઇ છે. તો ત્યાં બાઈક સવારનું મૃત્યુ થઇ ગયું છે.
આપને જણાવી દઈએ કે એક્સિડન્ટ બુધવારે સાંજે ગોવામાં થયો હતો. ઝરીન ખાનની કાર ઉભી હતી ત્યારે બાઇક સવારે કારને ટક્કર મારી દીધી હતી. જેથી તેને ઈજા થઇ ગઈ હતી. રિપોર્ટ્સ અનુસાર બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું નહતું. જેથી તેના માથામાં ઈજા થઇ હતી.
બાઇક ચાલકને તરત જ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ડોકટર્સએ તેને મૃત જાહેર કરી દીધો હતો. એક્ટ્રેસ ઝરીન ખાન પહેલાથી જ એક કેસના મામલે મુસીબત છે. જેમાં તેને તેના પૂર્વ મેનેજર સામે ખરાબ વ્યહેવાર માટે એફઆઇઆર નોંધાવી છે અને હવે આ એક્સિડન્ટ.
જણાવી દઈએ કે હાલ આ મામલે ઝરીન ખાને કોઈ પણ નિવેદન આપ્યું નથી.
