Not Set/ પ્રિયંકા ચોપરાના સિંદુર પર ઉઠ્યા સવાલ, તો માતા મધુએ આપ્યો આ જવાબ

મુંબઇ, પ્રિયંકા ચોપરાએ આ મહિનાની 1 અને 2 ડીસેમ્બરના રોજ જોધપુરમાં તેના બોયફ્રેન્ડ નિક જોનસ સાથે ધામધૂમથી લગ્ન કર્યાં હતાં. આ પછી તે સંપૂર્ણપણે નવી દુલ્હનની જેમ જોવા મળી હતી. પ્રિયંકા ચોપરા ગ્રીન રંગની સાડી અને માથામાં સિંદુર લગાવીને જોવા મળી હતી. તેના ગળામાં મંગલસૂત્ર પણ હતું. બીજા  ઘણા પ્રસંગોમાં તે આ જ રીતે  જોવા […]

Uncategorized

મુંબઇ,

પ્રિયંકા ચોપરાએ આ મહિનાની 1 અને 2 ડીસેમ્બરના રોજ જોધપુરમાં તેના બોયફ્રેન્ડ નિક જોનસ સાથે ધામધૂમથી લગ્ન કર્યાં હતાં. આ પછી તે સંપૂર્ણપણે નવી દુલ્હનની જેમ જોવા મળી હતી. પ્રિયંકા ચોપરા ગ્રીન રંગની સાડી અને માથામાં સિંદુર લગાવીને જોવા મળી હતી. તેના ગળામાં મંગલસૂત્ર પણ હતું. બીજા  ઘણા પ્રસંગોમાં તે આ જ રીતે  જોવા મળી.

જણાવી દઈએ કે પ્રિયંકાએ સોશિઅલ મીડિયા પર પણ તેનું નામ બદલી નાખ્યું છે. આ બદલાવને લઇને સોશિઅલ મીડિયા પર સવાલ કરનાર લોકોની કોઈ કમી નથી. જ્યારે યુઝરએ પ્રિયંકાના સિંદુર પર ટ્વિટર કરતા લખ્યું, ઉચા અવાજ બુમો પડતા રહો અને અવાજ કરતા રહો અને એક માણસની જરૂર નથી, મનને એક માણસની જરૂરત બાળકો માટે છે. અચાનક એક  સભ્ય દુલ્હન બનવું, તેને સૂર્ય-ચંદ્ર અને તારાને બતાવા, નામ બદલવાનું, માંગમાં સિંદુર લગાવવું આવા ક્ષણોમાં તમે તમારા પુરુષને પામો છો.

આ ટ્વીટનો જવાબ પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ આપ્યો હતો. તેમણે લખ્યું – સિંદુર કોઈ પણ પ્રકારનું બંધન સમાન નથી. પ્રિયંકા દરરોજ આ પુરવાર કરે છે.

આપને જાણવી દઈએ કે પ્રિયંકા-નિક જોનસે 1 ડીસેમ્બરે ક્રિશ્ચયન અને 2 ડીસેમ્બરે હિન્દુ રિતી-રિવાજથી લગ્ન કર્યા હતા. લગ્નના સમારોહમાં અંબાણી પરિવારના લોકો પણ હાજર રહ્યા હતા.કેટલાક હોલિવૂડ સ્ટાર પણ મહેમાન તરીકે સામિલ થયા હતા. લગ્નના ફોટો પ્રિયંકા ચોપરાએ સોશિઅલ મીડિયા પર શેર કર્યા હતા.