નેપાળની સરકારે હાલમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ભારતની નવી કરન્સીને નેપાળમાં ગેરકાનૂની જાહેર કરી દીધી છે. આજથી નેપાળમાં ભારતની નવી ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ની નોટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
જો આ નોટ લઈને નેપાળ આવવું, પોતાની પાસે રાખવી કે આ નોટના બદલે કોઈ સામનની ખરીદી ગેરકાનૂની ગણાશે.
ગુરુવારે મોદી રાત્રે નેપાળના મંત્રી ગોકુલ પ્રસાદે આ જાહેરાત કરી હતી.
અત્યાર સુધી ભારતની નવી નોટ નેપાળમાં ચાલતી હતી પરંતુ હવે આ નોટ પર બેન મૂકી દેવામાં આવ્યો છે. ભારતીયોને નેપાળમાં હવે જૂની નોટનો ઉપયોગ જ કરવો પડશે કે નેપાળની બોર્ડર પર નવી ભારતની નોટને નેપાળની કરન્સીમાં બદલવી પડશે.
મંત્રી ગોકુલ પ્રસાદે કહ્યું હતું કે શુક્રવારથી ૨૦૦,૫૦૦ અને ૨૦૦૦ની ભારતીય નોટ નેપાળમાં ગેરકાનૂની થઇ જશે. આ નોટનો ઉપયોગ કરવો એ ગુનો માનવામાં આવશે. જો કે આમ કરવાથી નેપાળના પર્યટન ઉદ્યોગ પર અસર પડશે પરંતુ દેશના હિત માટે આ નિર્ણય લેવો જરૂરી હતો.
