વિમાનથી યાત્રા દરમિયાન અચાનક તમે એકલા થઇ જાઓ અને ચારે દિશાએ અંધારુ જોવા મળે, ત્યારે તમે શું કરશો? આ જ વિમાન જ્યારે બંધ હોય ત્યારે તમારી શું હાલત હશે? હા આ કોઇ વાર્તા નથી, આ બનાવ હકીકતમાં બન્યો છે. એર કેનેડાનાં વિમાનથી ટોરંટો જઇ રહેલી મહિલા ટિફિની એડમ્સની સાથે કઇક આવુ જ બન્યુ હતુ. વિમાન દરમિયાન તે સુઇ ગઇ અને જ્યારે ઘણા કલાકો બાદ તે ઉઠી તો પ્લેન ખાલી દેખાયો અને ચારે દિશાએ અંધારુ જોવા મળ્યુ હતુ. તેટલુ જ નહી વિમાન ટોરંટો ઈંટરનેશનલ એરપોર્ટનાં પાર્કિટમાં બંધ હાલતમાં ઉભુ હતુ
વિમાનમાં બનેલી ઘટના વિશે મહિલાએ પોતાના ફેસબુક પેજ પર લખ્યુ કે, હુ લગભગ અડધી રાત્રીએ ઉઠી ત્યારે અંદર ભયાનક ઠંડી હતી અને હુ અંધારામાં પોતાની સીટ પર જ ફસાયેલી હતી. હુ કહી નથી શકતી કે તે સમય કેટલો ભયાનક હતો. મને લાગ્યુ કે હુ કોઇ ભયાનક સપનું જોઇ રહી છુ કારણ કે હુ તે સમજી નહોતી શકતી કે આવુ કેવી રીતે બન્યુ. તેટલુ જ નહી મહિલાની ફોનની બેટરી ચાર્જ નહોતી અને તે મદદ માટે કોલ પણ કરી શકતી નહોતી. સદનસીબે મહિલાને કોકપીટમાં ટોર્ચ મળી ગઇ જેની મદદથી તે કોઇ રીતે વિમાનનાં મુખ્ય દરવાજા સુધી પહોચી શકી.
https://www.facebook.com/aircanada/posts/2367790213268860
વિમાનનો મુખ્ય દરવાજો ખોલ્યા બાદ મહિલાએ જોયુ કે તે જમીનથી લગભગ 50 ફૂટ ઉપર છે અને તેને અત્યાર સુધી તે સમજણ આવી ગઇ હતી કે તે કૂદી શકતી નથી. ત્યા સુધી તેની પાસે કોઇ વિકલ્પ બચ્યો નહતો. એવામાં તે દરવાજા પર બેસી ગઇ અને ટોર્ચની મદદથી પોતાની અહી હાજરી હોવાનુ સિગ્નલ આપતી રહી. થોડા સમય બાદ એક ઓરપોર્ટ કર્મચારીની નજર તેના પર પડી અને ત્યારબાદ તેને સુરક્ષિત પાછી લાવવામાં આવી. જો કે આ ઘટના બાદથી મહિલા ઘણી ડરી ગઇ છે અને તે સુઇ પણ શકતી નથી. એક એવી ઘટના કે જે તમે તમારા સપનામાં જોઇને પણ ડરી જાઓ તે આ મહિલા સાથે હકીકતમાં બની. જો કે એર કેનેડાએ ઘટના માટે મહિલાની માફી માગી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
